ભાવનગર જિલ્લા શહેર તેમજ તાલુકા મથકોએ તા. ૨૦/૯ અને ૨૧/૯/૨૦૧૮ના રોજ મહોરમના તહેવાર નિમિત્તે તાજીયા ઝુલુસ અંગેના કાર્યક્રમ માટે સર્કીટ હાઉસ ખાતે જિલ્લા કલેક્ટરશ્રી ભાવનગરના અધ્યક્ષ સ્થાને જિલ્લા વહીવટી તંત્ર અને સેન્ટ્રલ તાજીયા કમિટિ ભાવનગર દ્વારા એક મીટીંગનુ આયોજ કરવામાં આવ્યુ હતું.
ભાવનગર જિલ્લા શહેરમાં યોજાતા તાજીયા ઝુલુસ અંગેના કાર્યક્રમ દરમિયાન પડતી મુશ્કેલીઓની રજુઆત સેન્ટ્રલ તાજીયા કમિટિના સભ્યો દ્વારા કરવામાં આવી હતી. આ બેઠકમાં વિવિધ પ્રશ્નોની રજુઆત કરવામાં આવી હતી જેમ કે મહોરમના તહેવાર નિમિતે તાજીયા ઝુલુસ કાઢવાની પરમીટ બે દિવસ અગાઉ આપવી, વિસ્તાર વાઇઝ કામ કરવાની યાદી રજુ કરવામાં આવી હતી જેમાં વડવા વાસણઘાટ થી શેખ ઝુબેદી દાદાની દરગાહ સુધી રોડના કામ, વડવા બાપેસરા કુવા, દરબારી કોઠાર, બ્લોક ઉખડી ગયેલ છે તે રીપેરીંગ કરાવવા, પી.જી.વી.સી.એલ દ્વારા લાઇટ કનેકશનના વાયરો તાજીયાના રૂટમાં આવતા રહેણાંકીય વિસ્તારોમાં નવા કનેકશનના ઇલેકટ્રીક વાયરો જે નીચા છે તે ઉચા કરાવવા તેમજ મનોરંજન વિભાગના ચેનલોના વાયરો પણ ખુબ નીચા છે તે પણ ઉચા લેવાના થાય છે. તાજીયા રૂટ ઉપર આવતી કોર્પોરેશન વિભાગની ડ્રેનેજ ગટરો જે વડવા, કાછીયાવાડ વારંવાર ગટરનું ગંદુ પાણી અલકા ટોકીઝ સુધી પહોચતુ હોય છે. તે કાઢી સાફ સફાઇ કરાવવી પી ડબલ્યુ ડી દ્વારા ઇમરજન્સી લાઇટો તેમજ યોગ્ય પોલીસ બંદોબસ્ત તથા રાત્રીના ઘોઘામાં તાજીયા ઠંડા કરવા જાય ત્યાં પરંપરા મુજબ લાઇટ તથા પોલીસ બંદોબસ્ત તથા તરવૈયાની વ્યવસ્થા રાખવી આ તમામ પ્રશ્નોના નિકાલ માટે વહીવટી તંત્ર દ્વારા ખાત્રી આપવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા કલેકટર ભાવનગરે જણાવ્યુ હતું કે, મહોરમનો તહેવાર કોમી એખલાસ શાંતિ અને સહકારભર્યા વાતાવરણમાં ઉજવાય તે રીતે તહેવારની ઉજવણી કરવા આયોજકો તથા આગેવાનોને જણાવવામાં આવ્યુ હતુ. તેમજ સીવીલ હોસ્પીટલ, ભાવનગર દ્વારા દવા, ઇન્જેકશન, એમ્બ્યુલન્સ વિગેરે પ્રાથમિક સુવિધા તૈયાર રાખવા અને એક પેરા મેડીકલ ટીમ અલકા ટોકીઝ તથા રૂવાપરી ગેટ પાસે સતત હાજર રહે તેવુ અયોજન કરવા અધ્યક્ષ સ્થાને થી સુચના આપવામાં આવી હતી. તાજીયાની મંજુરી જે સમય સુધી આપવામાં આવે તે સમય મર્યાદામાં પૂર્ણ થાય તેની કાળજી રાખવા તાજીયા આયોજકોને પોલીસ અધિક્ષક, ભાવનગર દ્વારા જણાવવમાં આવ્યુ હતુ.