શહેરના શાક માર્કેટ વીસ્તારમાં મહાપાલિકા દ્વારા ચલાવવામાં આવી રહેલા મોબાઈલ કોર્ટએ કામગીરી શરૂ કરતા વેપારીઓએ વિરોધ શરૂ કર્યો હતો અને પોતાના વ્યવસાયી એકમો બંધ કરી ધરણા પર ઉતરી આવ્યા હતાં.
ભાવનગર શહેરમાં મહાપાલિકા દ્વારા ગત તા. ૧ એપ્રિલથી શરૂ કરવામાં આવેલ મોબાઈલ કોર્ટનો પ્રારંભ સાથે જ વેપારી વર્ગમાં કચવાટ વ્યાપ્યો છે. કોર્ટ દ્વારા કરવામાં આવતી કામગીરી સામે વેપારીઓ ખુલ્લો વિરોધ કરી રહ્યા છે. પરંતુ તંત્ર અણમને કાર્યવાહી સતત શરૂ રાખી છે.અ ાજે શહેરના શાક માર્કેટ વિસ્તારમાં વેપારીઓ સાથે કાર્યવાહી હાથ ધરતા વેપારીઓએ દુકાનોના શટર પાડી રોડ પર ઉતરી આવ્યાહ તાં. અને કામગીરીનો વિરોધ કરી ધરણા યોજવા હતા તથા નગરસેવકને રજુઆત કરી કામગીરી બંધ કરવા જણાવ્યું હતું.