મુંબઈ સહિત દેશમાં આજથી ગણેશ ઉત્સવની જોરદાર ધૂમ

1509

દેશના વાણિજ્ય પાટનગર મુંબઈ સહિત આવતીકાલથી દેશભરમાં ગણપતિ ઉત્સવની ધૂમ  રહેશે. ૧૦ દિવસ સુધી ચાલનાર ગણેશ ઉત્સવની ૧૩મી સપ્ટેમ્બરથી શરૂઆત થઇ રહી છે. મુંબઈમાં સૌથી પ્રસિદ્ધ ગણેશની મૂર્તિઓ પૈકીની એક લાલબાગના રાજા દર્શન આપવા માટે તૈયાર છે. લાલબાગચા રાજા સાર્વજનિક ગણેશ ઉત્સવ મંડળમાં લાલબાગચા રાજાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી ચુકી છે. લાલબાગ માર્કેટની સાંકળી શેરીમાં હાલ મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. ગણેશ ઉત્સવ દરમિયાન દર્શન કરવા માટે અહીં લાંબી લાઇનો લાગે છે.

૨૨મી સપ્ટેમ્બરના દિવસે આ મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે. ગણેશ ઉત્સવ લાલબાગ રાજાના દર્શનની શરૂઆત આવતીકાલે ચાર વાગ્યાથી થશે.

મંડળના પ્રમુખ બાલાસાહેબ સુદમ કામ્બલે દ્વારા આનું અનાવરણ આવતીકાલે કરવામાં આવશે. સવારે છ વાગ્યાથી દર્શનની શરૂઆત થશે અને ૨૨મી સપ્ટેમ્બર સુધી ૨૪ કલાક દર્શન થશે. આજે મોડી સાંજ સુધી હર્ષોઉલ્લાસ સાથે ગણપતિ મૂર્તિની સ્થાપના કરવાની પ્રક્રિયા ચાલી હતી. શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. કેટલાક દિવસથી પંડાળો સજી ગયા હતા.

આજે મોડી સાંજ સુધી શુભ મુહુર્તમાં ગણેશ ભગવાનની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી હતી. ખાસ કરીને મુંબઈમાં આગામી દિવસો ખુબ જ ઉત્સાહવાળા રહે તેમ માનવામાં આવે છે. મુંબઈ સહિત દેશભરમાં આવતીકાલથી ગણપતિ ઉત્સવની ભારે ધૂમ જોવા મળનાર છે. આને લઈને શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગયા વર્ષની સરખામણીમાં કિંમતમાં વધારો જોવા મળી રહ્યો છે પરંતુ શ્રદ્ધાળુઓમાં કિંમતને લઇને કોઇ ચિંતા નથી. છેલ્લા કેટલાક દિવસથી દેશભરમાં ભગવાન ગણેશની મૂર્તિઓ જ્યાં વધુ પ્રમાણમાં વેચવામાં આવે છે તે વિસ્તારમાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. ઢોલનગારા સાથે ભગવાન ગણેશની મૂર્તિઓની ખરીદી કરીને પોતાના વિસ્તારમાં લઇ જવામાં આવી હતી. જુદા-જુદા પંડાલો અને ઘરોમાં સ્થાપિત કરવા માટે નાની અને મોટી ભગવાની ગણેશની મૂર્તિઓની ખરીદી કરવામાં આવી ચુકી છે. જુદા-જુદા સ્વરૂપની ભગવાન ગણેશની મૂર્તિઓનું આકર્ષણ દર વર્ષની જેમ આ વર્ષે પણ બજારમાં જોવા મળી રહ્યું છે. આ વખતે ઈકોફ્રેન્ડ્‌લી ગણેશની મૂર્તિઓની બોલબાલા વધુ જોવા મળી રહી છે. બીજીબાજુ કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પણ તમામ પગલા લેવાયા છે.માત્ર ગુજરાતમાં જ નહીં બલ્કે દેશભરમાં આવતીકાલથી ગણેશ ઉત્સવની વિધીવતરીતે શરૂઆત થઈ રહી છે. દેશભરમાં શ્રદ્ધાળુઓ ભારે ઉત્સાહિત દેખાઇ રહ્યા છે. હવે આગામી ૧૦ દિવસ સુધી ગણપતિ ઉત્સવની ધુમ જોવા મળશે. મહારાષ્ટ્રમાં ખાસ તૈયારી કરવામાં આવી છે. દેશના વાણિજ્ય પાટનગર મુંબઇમાં ચારે બાજુ મંડપ સજી ગયા છે.મુંબઈમાં આશરે ૧૫ હજારથી વધારે જુદા-જુદા પંડાળો બનાવવામાં આવ્યા છે. હવે ૧૦ દિવસ સુધી ગણેશ ભગવાનની આરતી થશે. મુંબઈમાં સિદ્ધિ વિનાયક અને લાલબાગના રાજાના ગણેશ ભગવાનનું ખાસ મહત્વ રહેલું છે. જ્‌યાં સૌથી વધુ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચે છે. રાષ્ટ્રપિત, ઉપરાષ્ટ્રપતિ, લોકસભાના અધ્યક્ષ અને વડાપ્રધાને ગણેશ ઉત્સવના પ્રસંગે લોકોને શુભેચ્છા પાઠવી છે. ભારતના વિકાસ આડે આવી રહેલી તમામ અડચણોને ગણેશ ભગવાન દુર કરશે તેવી પ્રાર્થના કરી છે. બુદ્ધી, સમૃદ્ધિ અને સૌભાગ્યના પ્રતિક ગણેશની અમારા પર કૃપા રહે તેમ અમારી  પ્રાર્થના છે.ાણપતિ ઉત્સવ દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તમામ પગલા લેવાયા છે. બીજી બાજુ આ વખતે ઇકો ફ્રેન્ડલી ગણેશની મૂર્તિઓ ઉપર વધારે ભાર મુકાઈ રહ્યો છે જેથી પ્રદૂષણને રોકવાનો હેતુ રહેલો છે. કુંડ પણ તૈયાર થઇ રહ્યું છે.મહારાષ્ટ્રમાં સૌથી વધારે આકર્ષણ જોવા મળી રહ્યુ છે. મહારાષ્ટ્રમાં હજારોની સંખ્યમાં પંડાળ છે. ફિલ્મ અભિનેતા અને અભિનેત્રીઓ દ્વારા ગણેશ ઉત્સવને ખાસ રીતે ઉજવવાની હમેંશા તૈયારી રહી છે. મુંબઇ ગણેશ ઉત્સવ મનાવવા માટે તૈયાર છે.

Previous articleબિહાર અને બંગાળ સહિત પૂર્વોત્તર ભારતમાં ધરતીકંપ
Next articleપેટ્રોલ-ડિઝલની કિંમત પ્રશ્ને દખલગીરીનો કોર્ટનો ઇન્કાર