વિશ્વ પ્રસિદ્ધ તરણોતરના મેળાની થયેલી શરૂઆત

1054

જેની ઉત્સુકતાપૂર્વક શ્રદ્ધાળુઓ અને અન્ય લોકો રાહ જોઇ રહ્યા હતા તે વિશ્વ પ્રસિદ્ધ તરણોતરના મેળાની આજે સવારે વિધિવત રીતે શરૂઆત થઇ હતી. લોકોને સુવિધા મળે તે માટે ખાસ તરણોતર સ્પેશિયલ ટ્રેનો પણ આજથી શરૂ કરવામાં આવી છે. રાજકોટ તરણોતરના મેળા દરમિયાન આજથી ખાસ ટ્રેનો શરૂ કરવામાં આવ્યા બાદ હવે ૧૫મી સપ્ટેમ્બર સુધી ટ્રેનો ચાલનાર છે.

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના પાંચાલ ક્ષેત્રમાં તરણોતરમાં ભગવાન ત્રિનેશ્વર મહાદેવના સાનિધ્યમાં આની શરૂઆત કરવામાં આવી છે.

ચાર દિવસ સુધી ચાલનાર મેળાને લઇને આ વખતે કેટલાક ખાસ પગલા લેવામાં આવ્યા છે. જેના ભાગરૂપે સ્વચ્છતાને ખાસ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.

સ્વચ્છતાને જાળવી રાખવા માટે મેળામાં પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ગુજરાતની લોકસંસ્કૃતિના પ્રતિક તરીકે આ મેળાને ગણવામાં આવે છે. આ મેળામાં તરણોતરના આસપાસના વિસ્તારોના લોકો ઉપરાંત સમગ્ર ગુજરાત અને દેશ વિદેશમાંથી મોટી સંખ્યામાં પ્રવાસી પહોંચી રહ્યા છે.આ મેળામાં વિશેષ વેશભુષામાં લોકો નજરે પડનાર છે. તરણોતરના મેળાને રંગોના મેળા તરીકે ગણવામાં આવે છે. જ્યારે માધવપુરના મેળાને રૂપના મેળા તરીકે ગણવામાં આવે છે અને ભવનાથના મેળાને શિવરાત્રી મેળા ભક્તિ મેળા તરીકે ગણવામાં આવે છે.

પાંચાલની જમીન પર હાલના સમયમાં રમત ગમતની પ્રવૃતિ ઓછી થતી રહી છે. જેના કારણે હાલના સમયમાં સરકાર દ્વારા કેટલાક પગલા લેવામાં આવ્યા છે. છેલ્લા કેટલાક સમયથી તૈયારીની સમીક્ષા કરવામાં આવી રહી હતી. હવે આજે સવારે મેળાની શરૂઆત થઇ હતી.

Previous articleહરિદ્વારમાં દર ત્રણ કલાકે ગંગાઘાટની સફાઈ કરવામાં આવે : હાઈકોર્ટ
Next articleરાજયભરમાં ગણેશ ઉત્સવનો હર્ષોલ્લાસથી આજથી આરંભ