ફોઝન વાઈલ્ડ પુસ્તકનું વિમોચન ૨૭ ઓક્ટોબરે થાનગઢ ખાતે પ્રોફેસર. પ્રતાપસિંહ ચૌહાણ (વાઇસ ચાન્સેલર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી – રાજકોટ), શંકરસિંહ અધિકારી (પ્રિન્સીપાલ રાજકુમાર કોલેજ – રાજકોટ) અને જાણીતા સાહિત્યકારો, ઉદ્યોગકારોની હાજરીમાં કરવામાં આવ્યું હતું. ધ્યાન દુશ્યંત સોમપુરા દ્વારા લિખિત ‘ફ્રોઝન વાઇલ્ડ’ શીર્ષક ધરાવતું પુસ્તક છે. જે પુસ્તક તેમણે બે વર્ષ પહેલા લખવાનું ચાલુ કર્યું હતું.જયારે તે નેધરલેન્ડ ગયા હતા જે બહુ ઠંડો પ્રદેશ છે. ત્યાં જઇને તેમને થયું કે આટલા ઠંડા પ્રદેશમાં લોકો કેવી રીતે રહે છે. ઠંડીથી કેવી રીતે બચે છે જેનો ઉલ્લેખ આ પુસ્તકમાં કરવામાં આવ્યો છે.
આ વાર્તા ચાર મિત્રોની છે જે કેનેડાથી નોર્થ પોલ ગયા હતા. નોર્થ પોલએ સૌથી ઠંડો પ્રદેશ છે. ત્યાં જઇને તેમને થયું કે આટલા ઠંડા પ્રદેશમાં લોકો કેવી રીતે રહે છે. ઠંડીથી કેવી રીતે બચે છે જેનો ઉલ્લેખ આ પુસ્તકમાં કરવામાં આવ્યો છે. ધ્યાન સોમપુરાએ પોતાના પરિવાર સાથે અને સ્કુલ ટુર દ્વારા આશરે ચૌદ જેટલા દેશોની સફર કરી છે.તેમને પ્રકૃતિનું સ્વરુપ નજીકથી નિહાળ્યું છે.એ અનુભવ અંગ્રેેજી પુસ્તકના વાંંચનનો મહાવરો અને કેટલીક ઇંગ્લિશ મુવીનો સંદર્ભ લઇ આ પુસ્તક તેમને લખ્યુંં છે આ પુસ્તકમાં પ્રકૃતિ, પશુ, પક્ષી બચાવવાનો સંદેશ એક અલગ જ શૈલીમાં રજુ કરી પાંચ – છ મહત્વના સંદેશાઓ (મોરલ) આપવામાં આવેલ છે.
રાજકુમાર કોલેજમાં અભ્યાસ કરતા ચૌદ વર્ષના વિદ્યાર્થી દ્વારા પુસ્તક લખવાની આ પ્રથમ ઘટના હશે. શિક્ષણ, સાહિત્ય, પર્યાવરણ અને ઉદ્યોગ જગત તરફથી ધ્યાન સોમપુરા અને એમના પુસ્તક “ફ્રોઝન વાઇલ્ડ” ને સારો આવકાર મળી રહ્યો છે.