શારજાહ ટુરિઝમ બોર્ડ દ્વારા અમદાવાદમાં રોડ શો કરાયો

775
guj29102017-1.jpg

શારજાહ ટુરિઝમ બોર્ડ દ્વારા  આજે સહયોગીઓ અને ટ્રાવેલ એજન્ટસ માટે કાપડ ઉદ્યોગના શહેર અમદાવાદમાં ટુરિઝમ પ્રમોશન રોડ-શોનું આયોજન કરવામાં આવ્યું હતું.  આ શો નો ઉદ્દેશ  એમિરેટસ ઓફ શારજાહને એક સંસ્કૃતિ, બિઝનેસ લેઈઝર અને શિક્ષણના સ્થાન તરીકે ભારતના પ્રવાસીઓમાં દર્શાવવાનો  અને  એજ્યુકેશનલ બોર્ડ, ટુરિઝમ સેન્ટર્સ,  નીતિ ઘડનાર સમુદાય અને બિઝનેસ જગતમાં સંપર્ક વધારવાનો હતો. 
એક દિવસનો આ સમારંભ  હયાત રીજન્સી ખાતે યોજવામાં આવ્યો હતો અને  એમાં ટ્રાવેલ એજન્ટસ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ડીએમસી,  હોટેલિયર્સ, એરલાઈનના ઓફિસરો અને શારજાહ ટુરિઝમ બોર્ડના મેનેજમેન્ટ  સાથે પરામર્શ કર્યો હતો.  રોડ શો ના માધ્યમથી   શારજાહ ટુરિઝમ બોર્ડના પ્રતિનિધિઓ  અને ડેલિગેટસ માટે  અમદાવાદના ટ્રાવેલ એજન્ટસ સાથે  શારજાહના સ્થાનનો અસરકારક રીતે કેવી રીતે  પ્રચાર કરવો તે અંગે પરામર્શનું પ્લેટફોર્મ તૈયાર થયું હતું. 
શારજાહ કોમર્સ એન્ડ ટુરિઝમ ડેવલપમેટ ઓથોરિટી, શારજાહ સરકારના ચેરમેન, એચ.ઈ. ખાલીદ જસીમ અલ  મિદફા નાઈકેને આ પ્રસંગે જણાવ્યું હતું કે ”   ભારત ખૂબ જ આકર્ષક બજાર છે, અને શારજાહમાં આવનારા મુલાકાતીઓના ટ્રાફિક અને  તેના મહત્વની અમને ખબર છે. અમારા ચાર શહેરોના રોડ-શો મારફતે  આ માર્કેટ પ્રાપ્ત કરવા પ્રયાસ કરતાં અમે આનંદ અનુભવીએ છીએ. અમને ટ્રાવેલ એજન્ટસ અને સહયોગીઓનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે.
અમે ભારતના પ્રવાસીઓમાં શારજાહને સાંસ્કૃતિક  અને શિક્ષણના સ્થળ તરીકે પ્રોત્સાહિત કરવા માગીએ છીએ. શારજાહ પાસે પ્રવાસન, સંસ્કૃતિ અને વાણિજયિક ક્ષેત્રે ઓફર કરવા જેવું ઘણું  છે. હવે બંને દેશો વચ્ચેના સંપર્કને વધુ ઉંચા સ્તરે લઈ જવાની જરૂર છે. 
શારજાહની હોટેલ્સ અને રિસોર્ટસમાં  પ્રવાસીઓના આગમનમાં નોંધપાત્ર વધારો થયો છે.એમિરેટસની   બીચ હોટેલ્સ અને રિસોર્ટસમાં જે ધસારો વર્તાય છે તેનાથી અમારી અપેક્ષાઓમાં વધારો થયો છે. વર્ષના પ્રારંભથી જ  ટોચના મોલ દ્વારા યોજાતી સ્પેશ્યલ પ્રમોશન ઓફરો ઉપરાંત શારજાહ દ્વારા  વિવિધ પ્રકારના સાંસ્કૃતિક, કલાત્મક, મનોરંજન  અને શોપિંગ ફેસ્ટીવલ યોજવામાં આવે છે. આ કારણે પ્રવાસીઓની નજરમાં એમિરેટસનું આકર્ષણ વધ્યું છે. 

Previous articleરાજકોટના ધ્યાન સોમપુરા લિખીત ફોઝન વાઈલ્ડ પુસ્તકનું વિમોચન
Next articleલોકો કેશલેસની દિશામાં : ૩૫૮ ATM આ વર્ષમાં બંધ કરાયા છે