સંજય દત્તની આગામી ફિલ્મ ‘ટોરબાજ’થી એક હોટ અભિનેત્રી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઇ રહી છે. તે છે અભિનેત્રી, મોડલ અને ડાન્સરના રૂપમાં જાણીતી સ્નેહા નામાનંદી. મુંબઇથી મેનેજમેન્ટનો અભ્યાસ કરી ચૂકેલી સ્નેહા પોતાના બોલ્ડ અંદાજ માટે મશહૂર છે, જેની જાણ તેના સોશિયલ એકાઉન્ટ પરથી થાય છે.
સોશિયલ મીડિયા પર તેની ઘણી હોટ તસવીરો વાઇરલ પણ થાય છે. અભિનયમાં પણ તે કાચી નથી. આ પહેલાં તે ‘લી’ જેવી કેટલીક દક્ષિણ ભારતીય ફિલ્મ ઉપરાંત મરાઠી અને બંગાળી ફિલ્મમાં પણ કામ કરી ચૂકી છે, જોકે ‘ટોરબાજ’ તેના માટે બોલિવૂડમાં આવવાની એક મોટી તક છે. આ માટે તે ખૂબ જ ઉત્સાહી છે.
તાજેતરમાં નાનકડા પરદાના શો ‘યે હૈ મોહબ્બતેં’માં નિખિલનું પાત્ર ભજવનાર અભિનેતા રિભુ મહેરા સાથે તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો.