સારાને સાઈન નથી કરી રિપોર્ટ સાવ ખોટા છે : ડેવિડ ધવન

1282

ટોચના ફિલ્મ સર્જક ડેવિડ ધવને એવી સ્પષ્ટતા કરી હતી કે અમે વરુણ ધવન સાથે સારા અલી ખાનને ચમકાવતી કોઇ ફિલ્મ બનાવી રહ્યા નથી કે સારાને સાઇન કરી નથી. આ અંગેના મિડિયા રિપોર્ટ ખોટા છે.

’મારા ધ્યાનમાં આ વાત લાવવામાં આવી હતી કે મિડિયા રિપોર્ટ મુજબ અમે સારાને વરુણ ધવન સાથે એક ફિલ્મ કરવા માટે સાઇન કરી છે. આ રિપોર્ટ સાવ કાલ્પનિક અને ખોટા છે. અમે આવી કોઇ ફિલ્મનું પ્લાનિંગ કર્યું નથી અને હાલ એવી કોઇ યોજના નથી જેમાં વરુણ સાથે સારા ચમકવાની હોય’ એમ ડેવિડ ધવનની નિકટનાં સૂત્રોેએ કહ્યું હતું.મિડિયા રિપોર્ટ એવા હતા કે સારાની હજુ એક પણ ફિલ્મ રજૂ થઇ નથી. આમ છતાં સારાને ત્રીજી ફિલ્મ મળી હતી. સારા ટોચના અભિનેતા વરુણ ધવન સાથે ચમકવાની છે.

Previous articleસંજય દત્તની આગામી ફિલ્મમાં સ્નેહા નામાનંદી ડેબ્યૂ કરે તેવી સંભાવના
Next articleકોહલીની કેપ્ટનશીપમાં અનુભવની ઉણપ જોવા મળી રહી છે : ગાવસ્કર