ખાંભા તાલુકાના હનુમાનપરા ગામે હીરાભાઈ સોલંકીની પ્રેરણાથી ગામના સરપંચ અને માંધાતા ગ્રુપના પ્રમુખ શિવાભાઈ દ્વારા સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો જેમાં છેક ડેડાણ ગામેથી હજારો યુવાનો દ્વારા બાઈક રેલી સાથે હનુમાનપરામાં સ્નેહમીલન કાર્યક્રમમાં મહાપ્રસાદનું પણ આયોજન થયું. જેમાં ચેતનભાઈ શિયાળ, કમલેશભાઈ મકવાણા, રણછોડભાઈ મકવાણા, કમલેશ પરમાર, માંધાતા ગ્રુપ રાજુલાના બીપીનભાઈ બાંભણીયા સહિત જ્ઞાતિના આગેવાનોની હાજરી રહેલ.