સમસ્ત ભરવાડ સમાજ બાવન ઠકોરદ્વારના મહંત બાવળયાળી દ્વારા આયોજિત શિક્ષણ રથનુ દામનગર શહેરમાં સર્વ સમાજ દ્વારા ઉષ્મા ભર્યું સ્વાગત કરાયું હતું. એક સો કરતા વધુ કાર ત્રણસો કરતા વધુ બાઇક રેલી દ્વારા સ્વાગત દામનગર શહેરમાં શિક્ષણ રથમાં પધારેલ રામબાપુ દ્વારા દામનગર સરદાર ચોકમાં સરદારની પ્રતિમાને પુષ્પહાર બાવન ઠકોરદ્વારના મહંતોનુ સમસ્ત પટેલ સમાજ, દશાશ્રી માળી સ્થાનક વાસી જેન સમાજ, દાઉદી વ્હોરા સમસ્ત મુસ્લિમ ઇસ્માઇલી ખોજા સમાજ સહિતના દ્વારા ભવ્ય સ્વાગત દામનગર શહેરમાં સમસ્ત ભરવાડ સમાજના ઉત્ક્રષ માટે ગુજરાત ભરમાં ફરી શિક્ષણની જ્યોત જગાડનાર રથને સત્કારવા દામનગર ભરવાડ સમાજમાં ભારે ઉત્સાહથી શિક્ષણ રથને આવકારવા પરંપરા ગત વેશભૂષા અને સંસ્કૃતિનો અદભુત નજારો સમસ્ત ભરવાડ સમાજ માં શિક્ષણનો વ્યાપ વધે સુશિક્ષિત બને તેવા ઉમદા હેતુથી હજારોની હાજરી આબાલ વૃદ્ધ બાળકો બહેનો સહિત સમસ્ત ભરવાડ સમાજના દરેકની વિશાળ હાજરી શિક્ષણ રથને સત્કારવા ઉપસ્થિત રહ્યા હતા. ભરવાડ સમાજ ના શિક્ષણ પ્રેમી દાતાઓ દ્વારા રીત રિવાજ અંગે માર્મિક ટકોર કરતા વક્તવ્ય દીકરીને શિક્ષણ આપોની શીખ આપતા રામબાપુ બાવળયાળી સહિતના સંતો દ્વારા આશીર્વચન ભરવાડ સમાજના અનેકો અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.