વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વિરોધ પક્ષો પર તેજાબી પ્રહારો કર્યા હતા. રાફેલ ડીલ, બેંક કોંભાડ અને પેટ્રોલિયમ કિંમતના મુદ્દા પર પ્રજાન ગેરમાર્ગે દોરવાનો આક્ષેપ કરીને વડાધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ હતુ કે કેટલાક લોકોને અંધારા પંસંદ હોય છે. તેમને ઉજાસથી ડર લાગે છે. દેશભરમાં ભાજપના કાર્યકરોને સંબોધતા તેમણે કહ્યુ હતુ કે વિરોધ પક્ષો બિનજરૂરી રીતે હોબાળો મચાવી રહ્યા છે. મોદીએ કહ્યુ હતુ કે ભગવાન કૃષ્ણના સમયથી આજ સુધી કેટલાક લોકો એવા રહ્યા છે જે સારા કામોથી ડરતા રહ્યા છે. તેમને અંધારામાં રહેવાનુ એટલુ પસંદ હોય છે કે આ પ્રકારના લોકો ઉજાસને પણ દોષિત ગણવા લાગી જાય છે.
મોદીએ કહ્યુ હતુ કે ડરનુ કારણ સાફ છે કે ભાજપ સરકાર માત્ર નારા જ બનાવતી નથી પરંતુ તેને જમીન પર લાવીને અમલી પણ કરે છે. મોદીએ સાફ શબ્દોમાં કહ્યુ હતુ કે સબકા સાથ સબકા વિકાસ અમારા માટે ક્યારેય કોઇ નારા તરીકે નથી પરંતુ અમારા પ્રેરણા મંત્ર તરીકે છે. તેમણે કહ્યુ હતુ કે કોઇ રાજકીય પક્ષમાં આ કહેવાની હિમ્મત નથી. મોદીએ કહ્યુ હતુ કે બાકી પક્ષોએ રાજનીતિ કરી છે અને વોટબેંકની નીતિ અપનાવી છે. પાર્ટીઓએ લોકોના આંખમાં ધુળ નાંખી છે અને ચૂંટણી કાઢી છે. ભાજપના બુથ સ્તરના કાર્યકરો સાથે વાતચીત કરતા તેમણે કહ્યુ હતુ કે છેલ્લા ચાર વર્ષના ગાળામાં કોંગ્રેસ અને તેમના સાથી પક્ષોની તમામ વાસ્તવિકતા સપાટી પર આવી ગઇ છે. પહેલા જનતાએ તેમને ગુડ ગવર્ન્સ ભ્રષ્ટાચાર અને નિર્ણય લેવામાં અક્ષમતાના કારણે તેમને સત્તાથી બહાર કરવામાં આવ્યા હતા. હવે વિપક્ષની ભૂમિકા અદા કરવામાં પણ નિષ્ફળ છે. વિડિયો કોન્ફરેન્સિંગ સંવાદ દરમયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના કાર્યકરોમાં તમામ પ્રાણ ફુંકવાના પ્રયાસ કર્યા હતા. મોદીએકહ્યુ હતુ કે ભાજપમાં નામથી નહીં બલ્કે કામથી નેતૃત્વ થાય છે.
બુથ સ્તરના કાર્યકરોને ટોપ નેતૃત્વનુ કામ ભાજપમાં જ આપવામાં આવી શકે છે. પાર્ટી અદ્યક્ષ, મંત્રી, રાજ્યોના મુખ્યપ્રધાન હોય તમામે બુથ સ્તરનુ કામ કરવાનુ શરૂ કર્યુ હતુ. અહીં કોઇ વ્યક્તિ સ્થાયી તરીકે નથી. જે તેઓ જ્યાં છે કાલે કોઇ અન્ય વ્યક્તિ રહેશે. કોંગ્રેસ પર પ્રહાર કરતા તેમણે કહ્યુ હતુ કે પદભાર વ્યવસ્થા છે પરંતુ કાર્યભાર જવાબદાર છે. જ્યાં સુધી પ્રાણ છે ત્યાં સુધી કાર્ય પ્રત્યે સમર્પણ રહેશે. કેટલાક અસમાજિક લોકો સારા કામને જોઇ શકતા નથી. આ પ્રકારના લોકોને સારા કામથી ડર લાગે છે. અંધારામાં રહેવાની ટેવ પડી જાય છે. તેમને ઉજાસથી ડર લાગે છે. મોદીએ તેમના સંબોધનમાં કહ્યુ હતુ કે ભાજપના કાર્યકરો પ્રજાને ગેરમાર્ગે જતા રોકવાના પ્રયાસ કરે તે જરૂરી છે. મોદીએ યાદ અપાવતા કહ્યુ હતુ કે આજના દિવસે ૧૩મી સપ્ટેમ્બરના દિવસે જ પાર્ટીનુ નેતૃત્વ કરવા માટે તેમને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. તેમણે કહ્યુ હતુ કે દેશના લોકો વાસ્તવિક પરસ્થિતીથી વાકેફ છે. મોદીએ આક્ષેપ કરતા કહ્યુ હતુ કે કોંગ્રેસના કેટલાક કાર્યકરો પર દયા આવે છે. કારણ કે તેમના કામો અને સંઘર્ષ એક જ પરિવારના કામમાં આવે છે. જો એક પરિવારના કામમાં ન આવે તો તેમને બહાર કરી દેવામાં આવે છે. પરિવારની સેવામાં કાર્યકરો લાગેલા છે.