અંતરિક્ષ વિજ્ઞાનમાં સતત નવા આયામો સર કરતાં ભારતીય અંતરિક્ષ ગઠન (ૈંજીર્ઇં) થોડાં જ સમયમાં અંતરિક્ષનાં ક્ષેત્રમાં વધુ એક છલાંગ લગાવવા જઈ રહ્યું છે.(ૈંજીર્ઇં)ની આ સંપૂર્ણરીતે વ્યાવસાયિક ઉડાન હશે. તેની સાથે કોઈપણ ભારતીય ઉપગ્રહ મોકલવામાં નહીં આવશે. આ મિશનની શરૂઆત ૧૬ સપ્ટેમ્બર, ૨૦૧૮થી થશે, જે ભારતીય રોકેટ શ્રીહરિકોટાનાં સતિષ ધવન અંતરિક્ષ કેન્દ્રથી બે બ્રિટિશ ઉપગ્રહો સાથે ઉડાન ભરશે. આ સફળતા સાથે જ ભારત તે દેશોની શ્રેણીમાં સામેલ થશે, જેની પાસે વિદેશી ઉપગ્રહોને અંતરિક્ષમાં સ્થાપિત કરવાની કે મોકલવાની પોતાની ટેકનિક છે.