પીએનબી કૌભાંડ સામે આવ્યાના ત્રણ મહિના પહેલાં હીરા વેપારી નીરવ મોદીએ વનુઆતુ દેશમાં નાગરિકતા મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ ત્યાંની સરકારે આ અરજી નકારી દીધી હતી.
૧૩ હજાર કરોડના પીએનબી કૌભાંડમાં નીરવ અને મેહુલ ચોક્સી મુખ્ય આરોપી છે. મેહુલને એન્ટીગુઆનું નાગરિક્તવ મળી ગયું છે. નીરવ હાલ કયા દેશમાં છે તે વિશેની કોઈ ચોક્કસ માહિતી મળી નથી.મીડિયા રિપોટ્ર્સમાં જણાવ્યા પ્રમાણે વનુઆતુની નાગરિકતા મેળવવા માટે નીરવે નવેમ્બર ૨૦૧૭માં ૧૮ કાયદેસર એજન્ટ્સમાંથી એકના એકાઉન્ટમાં ૧,૯૫,૦૦૦ ડોલર (અંદાજે રૂ. ૧.૪ કરોડ) ટ્રાન્સફર કર્યા હતા.