સિક્યોરિટી ફોર્સે જમ્મુ કાશ્મીરમાં ગુરૂવારે બે અલગ અલગ જગ્યાએ થયેલી અથડામણમાં ચાર આતંકીઓને ઠાર કર્યાં છે. જમ્મુના કાકરિયાલમાં અથડામણ ચાલી રહી છે. જ્યાં બે આતંકી ઠાર થયાં. આતંકીઓ તરફથી કરવામાં આવેલા ફાયરિંગમાં ૯ જવાન પણ ઘાયલ થયાં છે. તો સુરક્ષા દળોએ બારામૂલાના સોપોરમાં બે આતંકીઓને ઠાર કર્યાં છે.
મેજર જનરલ અરવિંદ ભાટિયાએ જણાવ્યું કે ટ્રક પર સવાર ત્રણ આતંકીઓએ બુધવારે ઉધમપુરના -કોટલી ચેકપોસ્ટ પર હુમલો કર્યો હતો. જેમાં ઝ્રઇઁહ્લના જવા અને ફોરેસ્ટ ગાર્ડ ઘાયલ થયા હતા. સુરક્ષાદળોએ બુધવારે જ આતંકીઓ વિરૂદ્ધ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આતંકીઓએ હાલમાં જ સાંબા, બોબિયાં આંતરરાષ્ટ્રીય સરહદથી ઘૂસણખોરી કરી હતી. જેની મદદ એક ટ્રક ડ્રાઈવરે કરી હતી. પોલીસે તે ટ્રક જપ્ત કરી લીધો છે, જેમાં બેસીને આતંકીઓ રહેણાંક વિસ્તાર સુધી આવ્યાં હતા.
પોલીસના જણાવ્યા મુજબ સુરક્ષાદળોએ આતંકીઓ છુપાયાં હોવાની માહિતી મળ્યાં બાદ ગુરૂવારે સવારે સોપોરના ચિંકીપોરામાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.
તે દરમિયાન આતંકીઓએ જવાનો પર ફાયરિંગ શરૂ કરી દીધું. જવાબી કાર્યવાહીમાં ૨ આતંકીઓ ઠાર થઈ ગયા.