સિહોર નગર પાલિકા વર્ષોેથી શહેરની અંદર આવેલી હોય ઘણી જ અગવડો પડતી હોય જેથી થોડા સમય પહેલા સિહોરમાં પસાર થતા ભાવનગર રાજકોટ રોડ પર આવેલ ગાંધીબાગની જગ્યા જેની કિંમત કરોડોમાં થાય તેવી જમીનનો કબ્જો પાલિકા દ્વારા મેળવેલ આ જમીન પર અત્યાધુનીક પાલીકા બિલ્ડીંગ બનાવવાનું સત્તાધીશો દ્વારા નક્કી કરાયેલ જે આજરોજ તા.૧૩-૯-૧૮ને ગણેશ ચતુર્થીના દિવસે ગુજરાત રાજ્ય હાુસીંગ બોર્ડના ચેરમેન મહેન્દ્રસિંહ સરવૈયાના અધ્યક્ષ સ્થાને ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું. ત્યારે આ પ્રસંગે અધ્યક્ષ જણાવેલ કે રાજ્ય સરકાર દ્વારા દરેક નગરપાલિકાનુ અદ્યતન બિલ્ડીંગ બને માટે ગ્રાંટ મંજુર કરવામાં આવેલ છે. આ ૧૨૦૦૦ વાર જગ્યા છે તેમા સવા બે કરોડના ખર્ચે અદ્યતન મીની સિહોરનું સચીવાલય તૈયાર થશે.આમ હવે સવા બે કરોડના ખર્ચે સિહોરના સચિવાલય બનનાર હોય જેના ભૂમિપૂજનમાં મહેન્દ્રસિંહ સરવૈયા, નગરપાલિકા પ્રમુખ દિપ્તીબેન ત્રિવેદી, શહેર ભાજપા તેમજ કારોબારી ચેરમેુન શંકરમલ કોકરા, ચતુરભાઈ રાઠોડ, ચિફ ઓફી. શહેર મંત્રી મહામંત્રી પુર્વ પ્રમુખ તથા ૯ વોર્ડના કોર્પોરેટરો તથા હોદ્દેદારો, કાર્યકરો તથા પાલિકા અધીકારીઓ સ્ટાફ અને નગરજનો બહોળી સંખ્યામાં ઉપસ્થીત રહ્યા હતા.