સંવત્સરી સાથે પર્યુષણ પર્વ સંપન્ન

1488

ભાવનગર શહેર જિલ્લામાં જૈન સમુદાયોના પર્યુષણ મહાપર્વનું આજે સંવત્સરીના મહાપર્વ સાથે સમાપન થયુ છે. પર્યુષણના મંગલ પાવનકારી દિવસો દરમિયાન અનેક જૈન સદગૃહસ્થોએ ઉગ્ર તપશ્ચર્યાઓ પણ કરી હતી.

જૈન સમુદાયના મહાપર્વ પર્યુષણ પર્વનું ભાવનગર શહેર જિલ્લામાં ભારે ધર્મોલ્હાસ સાથે સમાપન કરવામાં આવ્યુ હતું. સંવત્સરીના પર્વ અન્વયે જૈન સદ્‌ ગૃહસ્થોમાં ભારે ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો શહેરના નાના-મોટા તમામ જૈન દેરાસરોમાં ભારે ચહલ પહલ જોવા મળી રહી હતી. પર્યુષણ અન્વયે જૈનોએ કઠોર તપઆરાધનાઓ કરી હતી અને સાધુ ભગવંતોના આર્શીવાદ પ્રાપ્ત કર્યા હતા આજે અરસ-પરસ ‘મિચ્છામિ દુકડમ’ કહી ક્ષમાપના કરી હતી.

Previous articleસિહોર ન.પા.નાં નવા બિલ્ડીંગનું ખાતમુર્હુત કરાયું
Next articleગોહિલવાડમાં ગણેશ ઉત્સવનો દબદબાભેર પ્રારંભ