અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હાલ સ્વાઇન ફ્લૂના કુલ ૧૧ દર્દી સારવાર હેઠળ છે. જેમાંથી બે દર્દીના રિપોર્ટ આવવાના બાકી છે. આ દર્દીઓ પૈકી આઠ દર્દી અમદાવાદ બહારથી રિફર થઈને આવ્યા છે જ્યારે ત્રણ અમદાવાદ શહેરની જુદીજુદી હોસ્પિટલમાંથી રિફર થઈને આવ્યા છે. આ તમામ દર્દીઓને સિવિલમાં સ્વાઇન ફલૂના દર્દીઓ માટે બનાવેલા અલાયદા વોર્ડમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. હોસ્પિટલ સ્ટાફ તેમજ ડૉક્ટર સિવાય કોઈને વોર્ડમાં દાખલ થવા દેવામાં આવતા નથી. છેલ્લા એક અઠવાડિયમાં ૐ૧દ્ગ૧ના સાત દર્દીનો વધારો થયો હોવાના સિવિલે આંકડાં જાહેર કર્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને જાહેર કરેલા આંકડાંઓમાં સ્વાઇન ફ્લૂના સૌથી વધુ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં શહેરમાં કુલ ૩૪ કેસ નોંધાયા હતાં તે પૈકી સાત વ્યક્તિના મોત થયું હોવાનું જણાવાયું છે.
ચોમાસા બાદની ઠંકકની સિઝન સ્વાઇન ફ્લૂ વાયરસને વકરવા અનુકુળ સમય હોય છે. ખાસ કરીને આ સિઝનમાં નાના બાળકો અને મોટી ઉંમરના વડિલોએ ખાસ સાચવવાની જરૂર હોય છે. આ ઉપરાંત ડાયાબિટીસ અથવા કોઈ ગંભીર બીમારીની સારવાર ચાલતી હોય એવા દર્દીઓ સ્વાઇન ફ્લૂ માટે સોફ્ટ ટાર્ગેટ હોય છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના આંકડાં મુજબ ચાલુ વર્ષે સ્વાઇન ફ્લૂના કારણે સાત વ્યક્તિના મોત નિપજ્યાં છે. હાલ જે દર્દીઓ ડ્ઢ-૯ વોર્ડમાં દાખલ છે તેઓ સ્ટેબલ હોવાનું ડૉક્ટરો કહે છે.
સરકારને નિશ્ચિત કરેલી ગાઈડલાઈન મુજબ દવાઓનો ડોઝ આપવામાં આવી રહ્યો છે. બીજીબીજુ ખાનગી દવાખાના તથા હોસ્પીટલના સત્તાવાળાઓ મ્યુનિ.ને મહિતી મોકલતા નથી. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે સંખ્યાબંધ લોકો સ્વાઇન ફ્લૂની ઝપેટમાં આવ્યા હતા અને મોતને ભેટ્યા હતાં. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ૧૦ સપ્ટેમ્બરે જાહેર કરેલા આંકડાં મુજબ અમદાવાદની વિવિધ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં ચાલુ વર્ષે ૬૦ જેટલા દર્દીઓને સ્વાઇન ફ્લૂ ડિટેક્ટ થયો હતો જે પૈકી અમદાવાદમાં કુલ ૧૩ વ્યક્તિના મોત નિપજ્યાં હતાં. અમદાવાદ, સુરત, રાજકોટ સહિત અન્ય જિલ્લાઓમાં પણ સ્વાઇન ફ્લૂના કેસ નોંધાઈ રહ્યાં છે, પરંતુ સરકારના હેલ્થ વિભાગ દ્વારા આંકડાં જાહેર કરવા માટેની કોઈ જ સિસ્ટમ ગોઠવી નથી. સરકારનું હેલ્થ વિભાગ સ્વાઇન ફ્લૂના આંકડાં છૂપવવા માટે આમ નહીં કરતી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.