સ્વામી નિર્દોષાનંદજી હોસ્પિટલના ડોકટરો, સ્ટાફનો પ્રવાસ યોજાયો

1283

સ્વામી નિર્દોષાનંદની હોસ્પિટલના તમામ ડોકટરો તેમજ બધા જ વીભાગના ૧રપ કર્મચારી ભાઈઓ-બહેનોને ડો. નટુભાઈ રાજપરા અને રિધ્ધી રીર્ચટર અમદાવાદના આર્થિક સહયોગથી દ્વારકા, સોમનાથ અને જુનાગઢ (ગીરનાર)ના બે દિવસીય યાત્રા પ્રવાસનું આયોજન કરવામાં આવેલ. દ્વારકા મુકામે લેઉઆ પટેલ સમાજ ભવનના પ્રમુખ અને હોસ્પિટલના દાતા એવા મનસુખભાઈ દેવાણી તરફથી રહેવા-જમવાની તમામ સુવિધા કરવામાં આવેલ. તે જ દિવસે દ્વારકાથી સોમનાથ આવેલ. ત્યાં સોમનાથ મહાદેવના દર્શન કરી રાત્રી રોકાણ સોમનાથ ગેસ્ટ હાઉસમાં વ્યવસ્થા સાથે રહેવા-જમવાનું આયોજન કરવામાં આવેલ. બીજા દિવસે ગીરનાર તળેટીમાં બપોરે મહામંડલેશ્વર ભારતી બાપુ (ભારત આશ્રમ, જુનાગઢ)માં બપોરના ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલ આ કાર્યક્રમનું આયોજન કરવા બદલ હોસ્પિટલના તમામ કર્મચારી ભાઈઓ-બહેનોએ ડો. નટુભાઈ રાજપરા રિધ્ધી રીર્ચટર તથા મનસુખભાઈ દેવાણીનો આભાર વ્યકત કરેલ છે.

Previous articleઓમ ઈન્ટરનેશનલ વિદ્યાસંકુલ ખાતે ગણેશ ઉત્સવની ઉજવણી
Next articleયોગ વિજ્ઞાન માત્ર શારિરીક કવાયત નહીં પણ આધ્યાત્મ વિદ્યા છે – ભાણદેવજી