આજે સમગ્ર દેશમાં ગણેશ ચતુર્થીની ધામધુમથી ઉજવણી કરવામાં રહી છે ત્યારે બોટાદ જીલ્લાના રાણપુરમાં આવેલ ગાયત્રી સોસાયટીમાં નાના બાળકો દ્વારા ગણપતિ ઉત્સવનુ આયોજન કરવામાં આવ્યુ છે આજે બપોર ના સમયે બાળકો દ્વારા ગણપતિજીની મુર્તિનુ સ્થાપન કરવામાં આવ્યુ હતુ અને ગણપતિ બાપ્પા મોરયા,આલા રે આલા ગણપતિ આલા ના નાદ થી વાતાવરણ ભક્તિમય બની ગયુ હતુ સાથે બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.