જાફરાબાદના તમામ માછીમારોને પાછલા વરસાદે કરોડો રૂપિયાની સુકવેલ તૈયાર મચ્છી ધુડ ધાણી થઈ જતા માછીમારોને તાત્કાલિક વળતર ચુકવવા માછીમાર સમાજ દ્વારા સરકારમાં રજુઆત કરાઈ છે.
થોડા દિવસ પહેલા જ ચોમાસાના પાછલો વરસાદ ભાલ પ્રદેશમાં પડે અને કરોડો રૂપિયાના છાસીયા ઘઉ, ચણાનું ઉત્પાદન કરે પણ કઠણાઈ બેઠી જાફરાબાદના માછીમારોની એક બોટમાં ૪ થી ૭ જણા મધ દરિયો માછીમારી કરવા મોતના મોઢામાં પ૦-પ૦ નોટી માઈલ જઈ સતત રાત – દિવસ દરીયાના પાણીમાં રહી ઘરબાર, બાલ, બચ્ચાનો ત્ત્યાગ કરી મહામહેનતે મચ્છી લાવીને પણ સામ-સ્મી લાકડાની કાઠી બાંધી તેમાં દોરડા બાંધેલમાં કરોડો રૂપિયાની મચ્છી ૮-૮ દિવસ સુકાઈ છે ત્યારે તે મચ્છી તૈયાર થઈ વેચવા લાયક બને છે અને તે તમાછીમારોની આજીવિકા બને છે તે આજીવિકા એક પાછોતરા વરસાદના જાટકે સુકવેલી મચ્છીમાં જીવાત પડી બધી ખરી પડતા માછીમારો બેહાલ બન્યા છે આ બાબતે ખારવા સમાજના પટેલ નારણભાઈ બાંભણીયા, નરેશભાઈ બારૈયા, ખારવા સમાજ બોટ એસોસીએશનના માલભાઈ તેમજ રાજેશભાઈએ તેમજ ખારવા સમાજના અગ્રણી ભગુભાઈ સોલંકી, રામભાઈ સોલંકી, છનાભાઈ બારૈયા સહિતે સર્વ માછીમાર આગેવાનો મળી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને રજુઆત કરી છે કે માછીમારોને તાત્કાલિક વળતર ચુકવો નહીંતર મચ્છઉદ્યોગ જે સરકારને કરોડો રૂપિયાનુ હુંડયામણ કમાવી આપે છે તે પણ ખારવા સમાજ કે માચ્છી માર સમાજની જેમ અત્યારે આજીવીકા બંધ થઈ છે અને કફોડી હાલતમાં મુકાય છે તેમ સરકાર તાત્કાલિક સહાય ચુકવી પાછા ધંધે ચડાવે તેમ સમસ્ત માછીમારોની વેદના સામે આવી છે.