બુધવાર તા. ૧રથી શુક્રવાર તા. ૧૪ દરમિયાન મોરારિબાપુ પ્રેરિત સંસ્કૃત સત્ર-૧૮માં આ વખતે ઋષિ વિજ્ઞાનવિષય પર વિવિધ વિદ્વાનો સાથે બીજા દિવસે પતંજલિ ઋષિના યાગ વિજ્ઞાન ઉપર વકતવ્ય આપતા ભાણદેવજીએ યોગ સંદર્ભે કેટલીક ધારણાઓ પર પ્રકાશ પાડયો હતો. તેમણે જણાવ્યું કે પતંજલિએ કહ્યું છે કે, ચિત્રની વૃત્તીઓ શમી જાય તે યોગ, યોગ વીજ્ઞાન એ માત્ર શારીરિક કવાયત નહિ પણ અધ્યાત્મ વિદ્યા છે. તેમણે કહ્યું કે યોગ એ સાંપ્રદાયિક નહિ સર્વ માન્ય છે.
બપોર પછીની સંગોષ્ઠી-૪માં ઋષિ વિશ્વામિત્ર સાથેના ગાયત્રી વિજ્ઞાન સંદર્ભે રવીન્દ્ર ખાંડવાળાએ વાત કહે કે ગાયત્રી મંત્રએ વિશ્વમંત્ર છે તેમણે વિશ્વામિત્ર ઋષિના તપ અને છાંદોગ્ય ઉપનિષદ અંગે વાત કરી જણાવ્યું કે પ્રાણોનું રક્ષણ કરનાર વિદ્યા એટલે ગાયત્રી.
બપોર પછીની આ બેઠકનું સંચાલન સંયોજન નવનીત જોષીએ અને સવારની બેઠકનું સંયોજન બલદેવાનંદ સાગર દ્વારા કરાયું હતું. સવારની સંગોષ્ઠી-૩માં વાત્સ્યાયન ઋષિના કામ વિજ્ઞાન અંગે નવનીત જોષીએ ધર્મા અર્થ, કામ અને મોક્ષએ બ્રહ્મજીનું સર્જન હોવાનો ઉલ્લેખ કરી કામ વિજ્ઞાનને ઋષિ વાત્સ્યાયનન દ્વારા સંકલિક કર્યાનું જણાવ્યું.
આર્ય ભટ્ટ ઋષિ સાથે ખગોળ વિજ્ઞાન બાબત વકતવ્ય ગુલામ દસીગીર બિરાજદાર દ્વારા અપાયું જેમાં આર્યભટ્ટ પરિચય સાથે તેના ખંગોળ નિર્ણયની તુલના વગેરે સંદર્ભે પ્રકાશ પાડ્યો. મહેશ ચંપકલાલ દ્વારા ભરતઋષિના નાટય વિજ્ઞાન સંદર્ભે રસભરી વાત કરી ભવાઈ તથા અન્ય નાટ્ય ઉપક્રમ અંગે પણ જણાવ્યું.