વડાપ્રધાન નરેંદ્ર મોદી એક દિવસના પ્રવાસ પર ઇન્દોર પહોંચી ચૂક્યા છે. પીએમનું સ્વાગત મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કર્યું. અ પ્રવાસ દરમિયાન તે દાઉદી વોહરા સમુદાયના ધર્મગુરૂ સૌયદના મુફદ્દલ સૈફુદ્દીન સાથે મુલાકાત કરશે. વડાપ્રધાનમંત્રીનો આ પ્રવાસ લગભગ એક કલાક 20 મિનિટનો છે. સુરક્ષાની આકરી વ્યવસ્થા કરવામાં આવી છે અને ડ્રોન કેમેરા તથા સીસીટીવી દ્વારા નજર રાખવામાં આવી છે.
વોહરા સમુદાયના કાર્યક્રમ આશરા મુબારકાં માં લોકોને સંબોધિત કરતાં પીએમએ કહ્યું કે વોહરા સમુદાયના લોકો મારા પરિવારજનો છે. તમે મને અહીં આવવાની તક આપી હું તમારો આભારી છું. ઇમામ હુસૈને દેશ દુનિયા સુધી સમાજમાં પ્રેમ અને માનવતાનો સંદેશો પહોંચાડ્યો છે. પીએમ નરેંદ્ર મોદીએ કહ્યું કે ઇમામ હુસૈનના પવિત્ર સંદેશને તમે તમારા જીવનમાં ઉતાર્યો છે અને લોકો સુધી પહોંચાડ્યો છે. તેમની શિખામણ તે સમયે જેટલી મહત્વપૂર્ણ હતી એટલી આજે પણ જરૂરી છે. આપણે બધાએ સાથે મળીને જીવી દેખાડનારા લોકો છે. શાંતિ, સદભાવના, રાષ્ટ્રપ્રેમ વોહરા સમાજના લોકોમાં છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, “તમારા બધાં વચ્ચે આવવું મને હંમેશાથી પ્રેરણા આપે છે, એક નવો જ અનુભવ આપે છે. અશરા મુબારકના આ પવિત્ર પ્રસંગે તમે મને બોલાવ્યો તે માટે તમારો આભારી છું.” મોદીએ કહ્યું કે, વોહરા સમાજે હંમેશાથી શાંતિનો સંદેશ આપ્યો છે. ઈમામ હુસૈન અમન અને ઈન્સાફ માટે શહીદ થઈ ગયા હતા.
વોહરા સમાજના 53માં ધર્મગુરૂ સૈયદના મુફદ્દલ સૈફુદ્દીને આ દરમિયાન વડાપ્રધાન મોદીની જોરદાર પ્રશંસા કરી. તેઓએ કહ્યું કે આજે ઈમામ હુસૈનની શહાદતની યાદમાં વડાપ્રધાન આપણાં ગમમાં સામેલ થયાં તે મોટી વાત છે. તેઓએ કહ્યું કે અલ્લાહ વડાપ્રધાન મોદીને આપણાં વતનને આગળ લાવવાની શક્તિ આપે. ધર્મગુરૂએ વધુમાં કહ્યું કે, વતન સાથે વફાદારી, કાયદામાં ભાગીદારી જ ભારતના મુસલમાનોનો ઈમાન છે. વોહરા ધર્મગુરૂએ કહ્યું કે મુસલમાનોને ગુજરાત, મહારાષ્ટ્ર સહિત દેશના દરેક વિસ્તારમાં પ્રેમ મળે છે.