સિહોર તાલુકામાં હાર્દિક પટેલનું ઠેર-ઠેર સ્વાગત કરાયું

682
bvn29102017-2.jpg

પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા અને યોદ્ધા હાર્દિક પટેલ છેલ્લા ત્રણ દિવસથી ભાવનગર જિલ્લાની મુલાકાતે છે. ત્યારે ચોક્કસ કોંગ્રેસ ના મુદ્દાને લઈ ટ્‌વીટ કરીને ગુજરાતના રાજકારણને વધુ એક વખત હમ્મ મચાવી દીધો છે. આજે ભાવનગર જિલ્લાના ત્રીજા દિવસના પ્રવાસે સિહોરના ગ્રામ્ય વિસ્તારમાંથી શરૂ કરવામાં આવ્યો હતો. પહેલાથી જ પાટીદાર અનામત આંદોલનનું એપી સેન્ટર ગણાતું મોટા સુરકા ગામ કે જ્યાં હાર્દિકે મુલાકાત લીધી હતી. બાદમાં મીડિયા સમક્ષ વાતચીતમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ આવતી ૩. તા સુધીમાં પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરે અને પછી જ રાહુલ ગાંધી સાથે બેઠક યોજાશે. વધુ માં જણાવ્યું હતું કે ચૂંટણી નજિક આવી રહી છે. ત્યારે હિંદુ – મુસ્લિમની વાતો આવશે. આતંકવાદીઓ ઝડપાશે. અને ભાજપની નીતિ રીતિ સામે આંકરા પ્રહારો કરીને ભાજપનું ડરાવવા ધમકાવવાનું કામ છે તેમ ઉમેર્યું હતું. પત્રકારોના રેશ્મા પટેલ વિશેના સવાલમાં ઉત્તર આપતા જણાવ્યું હતું કે રેશ્મા પટેલ હવે ભાજપના માણસ છે. એ હવે પાટીદાર અનામત આંદોલન સમિતિમાં નથી. જ્યારે હાર્દિક પટેલના રોડ શો સિહોરના ફાટક નજીક આવેલ પટેલ સમાજની વાડી ખાતેથી શરૂ થયો હતો. મોટી સંખ્યામાં કાર અને બાઇકનો કાફલો રેલી સાથે જોડાયો હતો. જેમાં મુસ્લિમ સમાજ, આહીર સમાજ સહિત વિવિધ સમાજ દ્વારા હાર્દિકનું સ્વાગત કરાયું હતું. વડલા ચોક ખાતે આવેલા ખોડિયાર મંદિર ખાતે શીશ ઝુકાવીને દર્શન કર્યા હતા. બાદમાં મેઈન બજારમાં કોંગ્રેસ દ્વારા ડીજેના તાલ અને ફુલહાર પુષ્પોથી સ્વાગત કરાયું હતું. જ્યારે દલિત સમાજ દ્વારા આંબેડકર ચોકમાં ફુલહારથી સ્વાગત કરાયું હતું. અને ત્યાંજ આવેલી ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર અને પુષ્પોેથી નમન કરીને જયભીમનો ઘોષ બોલાવ્યો હતો. ત્યાંથી રેલી આગળ ચાલીને પ્રગટેશ્વર રોડથી ટાણા રોડ પર સાગવાડી ગામે ગ્રામજનો દ્વારા સ્વાગત કરાયું હતું. અને વિવિધ ગામોમાં અને વિવિધ સ્થળો પર ઠેર ઠેર સ્વાગત કરાયું હતું.

Previous articleપાછોતરા વરસાદથી માછીમારોને થયેલા નુકશાનનું વળતર ચુકવવા મુખ્યમંત્રીને રજુઆત
Next articleકાળાનાળા સીટી સેન્ટર કોમ્પ.માં બેઝમેન્ટની બે દુકાનોમાં આગ