આઈએસઆઈ વિશ્વની શ્રેષ્ઠ જાસૂસી સંસ્થા આપણે તેના કારણે સુરક્ષિત : ઈમરાન ખાન

987

ભારતથી લઈને અમેરિકા સહિતના અનેક દેશો પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈનો સખત શબ્દોમાં વિરોધ કરે છે. પાકિસ્તાનના ખૂંખાર આતંકવાદી સંગઠનોને આઈએસઆઈનું પીઠબળ હોવાનું અનેકવાર સાબિત થઈ ચૂક્યું છે. આ તબક્કે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને કહ્યું છે કે, પાકિસ્તાનની સૌથી પહેલી સુરક્ષા આઈએસઆઈ દ્વારા થાય છે. એ પછી તમામ એજન્સીઓની જવાબદારી આવે છે.

રાજકીય વિશ્લેષકો ઈમરાન ખાનની આ વાતને ગંભીરતાથી લઈ રહ્યા છે. એવું કહેવાય છે, ખાસ કરીને ભારત વિરુદ્ધ આતંકવાદી ગતિવિધિમાં સામેલ આઈએસઆઈને ઈમરાન ખાને જાણી જોઈને જાહેરમાં સમર્થન આપ્યું છે. આગામી દિવસોમાં તેઓ પણ આઈએસઆઈ વિરુદ્ધના આરોપોને ગંભીરતાથી લેવાના બદલે ચૂપ રહે એવું થઈ શકે છે. ઈમરાન ખાને વરિષ્ઠ કેબિનેટ મંત્રીઓ સાથે બેઠક યોજી ત્યારે આ વાત કરી હતી. આ બેઠકમાં તેઓ ઈન્ટેલિજન્સ અને સુરક્ષા એજન્સીઓની રાષ્ટ્રીય સુરક્ષામાં ભૂમિકા મુદ્દે વાત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, આઈએસઆઈ વિશ્વની સૌથી શ્રેષ્ઠ ઈન્ટેલિજન્સ એજન્સીઓ પૈકીની એક છે.

Previous articleરેલ્વેના તમામ બ્રોડગેજ રુટના ૧૦૦ ટકા વિજળીકરણ માટેની દરખાસ્તને લીલીઝંડી
Next articleઅંગ્રેજી માધ્યમમાં ભણવાથી બાળકમાં હીનભાવના જન્મે છે : વૈંકેયા નાયડૂ