ભારતમાં ભાગડુ જાહેર થયેલો દારુનો બિઝનેસમેન વિજય માલ્યા બાદ હવે બીજો એક ભાગેડુ લલિત મોદીએ નાણામંત્રી અરુણ જેટલીને પર નિશાન સાધ્યું છે. લલિત મોદીએ ટ્વીટ કરીને માલ્યાના દાવાઓને સાચા ગણાવ્યા છે. મોદીએ જેટલીની સરખામણી સાપ સાથે કરતાં કહ્યું કે, અરુણ જેટલીને જુઠ્ઠુ બોલવાની આદત છે
લલિત મોદીએ વિજય માલ્યાની જેટલી સાથેની કથિત મુલાકાત પર કહ્યું કે, જેટલી કેમ ના પાડી રહ્યાં છે જ્યારે લોકો આ વાતને જાણી ચૂક્યા છે. અરુણ જેટલીને જુઠ્ઠુ બોલવાની આદત છે. તમે એક સાપ પાસે શું આશા રાખી શકો છો. તેને પોતાના ટ્વીટમાં અરુણ જેટલી અને વિજય માલ્યાને પણ ટેગ કર્યા છે.
પૂર્વ આઇપીએલ કમિશનર લલિત મોદી પર આઇપીએલના ઠેકા લેવામાં રિશ્વત લેવા, મની લૉન્ડ્રિંગનો આરોપ છે. તે ભારતમાંથી ૨૦૧૦થી ફરાર છે અને તેના લંડનમાં હોવાની વાતો અવારનવાર સામે આવતી રહી છે.