ભારતીય ટીમનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ પ્રથમ ટી-૨૦ ૨૧ નવેમ્બરે

1076

ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન નિષ્ફળ રહેલી ભારતીય ટીમ હવે નવેમ્બર-૨૦૧૮થી જાન્યુઆરી-૨૦૧૯ દરમિયાન ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જશે. આ પ્રવાસ દરમિયાન ત્રણ ટી-૨૦, ચાર ટેસ્ટ અને ત્રણ વન ડે મેચની શ્રેણી રમાશે. આ પ્રવાસની શરૂઆત ત્રણ ટી-૨૦ મેચની શ્રેણીથી શરૂ થશે, જેની પ્રથમ મેચ ૨૧ નવેમ્બરે રમાશે. ૨૧થી ૨૫ નવેમ્બર દરમિયાન રમાનારી ટી-૨૦ શ્રેણી બાદ વિરાટ કોહલીની ટીમ ૬ ડિસેમ્બરથી ૭ જાન્યુઆરી દરમિયાન ચાર મેચની ટેસ્ટ શ્રેણી રમશે.

ટી-૨૦ શ્રેણીનો કાર્યક્રમઃ

તારીખ                   મેદાન    ભારતીય સમય

૨૧ નવેમ્બર        બ્રિસ્બેન                 બપોરે ૨.૩૦

૨૩ નવેમ્બર        મેલબોર્ન               બપોરે ૧.૩૦

૨૫ નવેમ્બર        સિડની   બપોરે ૧.૩૦

ટેસ્ટ શ્રેણીનો કાર્યક્રમઃ

તારીખ                   મેદાન    ભારતીય સમય

૬થી ૧૦ ડિસેમ્બર              એડિલેડ                સવારે ૬.૦૦થી

૧૪થી ૧૮ ડિસેમ્બર           પર્થ         સવારે ૮.૦૦થી

૨૬થી ૩૦ ડિસેમ્બર મેલબોર્ન         સવારે ૫.૦૦થી

૩થી ૭ જાન્યુઆરી              સિડની   સવારે ૫.૦૦થી

વન ડે શ્રેણીનો કાર્યક્રમઃ

તારીખ                   મેદાન    ભારતીય સમય

૧૨ જાન્યુઆરી    સિડની  સવારે ૮.૫૦

૧૫ જાન્યુઆરી    એડિલેડ                સવારે ૯.૨૦

૧૮ જાન્યુઆરી    મેલબોર્ન               સવારે ૮.૫૦

Previous articleએશિયા કપ મેજર ઈવેન્ટ, સર્વશ્રેષ્ઠ દેખાવ કરવા આતુર : બુમરાહ
Next articleહાઇવોલ્ટેજ એશિયા કપનો તખ્તો તૈયાર