જેની ઉત્સુકતાપૂર્વક કરોડો ક્રિકેટ પ્રેમીઓ રાહ જોઇ રહ્યા છે તે પ્રતિષ્ઠિત એશિયા કપ ક્રિકેટની આવતીકાલથી શરૂઆત થઇ રહી છે. એશિયાની તમામ ટોપ ટીમો આમાં ભાગ લઇ રહી છે. જેમાં ભારત ઉપરાંત, પાકિસ્તાન અને શ્રીલંકાનો સમાવેશ થાય છે. એશિયા કપમાં ભારત સહિત છ ટીમો ભાગ લઇ રહી છે.ભારત ઉપરાંત એશિયા કપમાં ભાગ લેનાર ટીમોમાં અફઘાનિસ્તાન, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ અને હોંગકોગનો સમાવેશ થાય છે. એશિયા કપમાં ભારતીય ટીમ પોતાની પ્રથમ મેચ હોંગકોંગની સામે રમનાર છે. ૧૯મી સપ્ટેમ્બરના દિવસે હાઇ વોલ્ટેજ મેચ પાકિસ્તાન સામે રમાનાર છે. એશિયા કપની ફાઇનલ મેચ ૨૮મી સપ્ટેમ્બરના દિવસે રમાશે. વર્ષ ૨૦૧૬માં અંતિમ એશિયા કપ ભારતે જીતી લેવામાં સફળતા મેળવી હતી. આ વખતે વિરાટ કોહલીની ગેરહાજરીમાં ભારતીય ટીમ તાજ જાળવી રાખવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. ભારત અને પાકિસ્તાન તેમજ શ્રીલંકાને પ્રબળ દાવેદાર તરીકે ગણવામા ંઆવે છે. એશિયા કપ ક્રિકેટને લઈને ક્રિકેટ ચાહકોમાં જોરદાર રોમાંચની સ્થિતિ પ્રવર્તી રહી છે. એશિયા કપ ૨૦૧૮ની ફાઈનલ મેચ દુબઈમાં રમાશે. ભારતીય ટીમ વર્તમાન ચેમ્પિયન તરીકે મેદાનમાં ઉતરી રહી છે. ૨૦૧૬માં ભારતે ફાઈનલમાં બાંગ્લાદેશને હાર આપીને મેચ જીતી લીધી હતી. જોકે ૨૦૧૬ની એડિશનમાં ટી-૨૦ ફોર્મેટનું આયોજન કરવામાં આવ્યું હતું. એશિયા કપ ૨૦૧૮ આ વખતે ૫૦ ઓવરની ફોર્મેટમાં રમાનાર છે. ઈંગ્લેન્ડના પ્રવાસ બાદ આની શરૂઆત થઇ રહી છે. ઇંગ્લેન્ડમાં ભારતીય ટીમનો દેખાવ ખુબ કંગાળ રહ્યો છે. ભારતીય ટીમ પહેલા વનડે શ્રેણી અને ત્યારબાદ પાંચ ટેસ્ટ મેચોની શ્રેણી ૪-૧થી હારી ચુકી છે. જેથી એશિયા કપમાં ભારતીય ટીમની પ્રતિષ્ઠા દાવ પર લાગેલી છે. એશિયા કપમાં ભારતની સાથે સાથે અફઘાનિસ્તાન, શ્રીલંકા, પાકિસ્તાન અને બાંગ્લાદેશની ટીમો પર મેદાનમાં ઉતરનાર છે. ભારત ૧૯મી સપ્ટેમ્બરના દિવસે પોતાની ગ્રુપ-એની મેચમાં દુબઈમાં પાકિસ્તાન સામે રમશે. આ મેચ સૌથી હાઈપ્રોફાઈલ બની રહે તેવી શક્યતા છે. આ મેચને લઈને પહેલાથી જ ક્રિકેટ ચાહકો રાહત જોઈ રહ્યા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચો હંમેશા ખૂબ જ રોચક રહી છે.
એશિયા કપની શરૂઆત થાય તે પહેલા જ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ સ્ટાર ખેલાડી વીવીએસ લક્ષ્મણે આગાહી કરી છે કે પાકિસ્તાની બેટ્સમેન શોએબ મલિક એશિયા કપમાં ભારતની સામે થનારી મેચમાં જોરદાર દેખાવ કરશે.