સાદરામા વિદ્યાપીઠ દ્વારા ૨૮૭ નાગરિકોની સારવાર કરાઇ

951

રાષ્ટ્રીય સેવા યોજના અને સીમ્સ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે શારીરિક શિક્ષણ અને રમત ગમત સંસ્થા સાદરામાં નિશુલ્ક મેડીકલ હેલ્થ ચેકઅપ યોજાયો જેમાં શારીરિક શિક્ષણ અને રમત ગમત વિધાશાખા અને મહાદેવ દેસાઈ ગ્રામ સેવા મહાવિધાલયના રાષ્ટ્રીય સેવા યોજના એકમના ૩૦૦ સ્વયમ સેવકોએ સાદરાના મોતીપુરા, રાજપુર,જાખોરા, કલ્યાણપુરા, ચંદ્રાલા અને માધવગઢમાં ડોર ટુ ડોર આ નિશુલ્ક મેડીકલ હેલ્થ ચેકઅપ કેમ્પની માહિતી લોકોને આપી હતી.

આ નિશુલ્ક મેડીકલ હેલ્થ ચેકઅપ કેમ્પમાં ડૉ. દર્શન ભણસાલી, ડૉ. કશ્યપ સેઠ, ડૉ. કેયુર બુચ, ડૉ. કલ્પેશ પંચાલ, ડૉ. ચાંદની પટેલ, ડૉ. મયુર કાસુન્દ્રા, ડૉ. અંકિતા મીઢા, ડૉ. સ્મિતા ધીરે પોતાની નિશુલ્ક સેવા આપી હતી.

Previous articleહાઇવોલ્ટેજ એશિયા કપનો તખ્તો તૈયાર
Next articleસેકટરોમાં કેડસમા જંગલી ઘાસ મચ્છરો માટે મેટરનીટી હોમ