શારદા સ્કુલ ઓફ ફાર્મસી, પેથાપુર ગુજકોસ્ટ સ્પોન્સર્ડ એક દિવસીય નેશનલ સેમિનારનુ આયોજન કરાયુ હતું. યુજી, પીજી અને અધ્યાપકો મળી ૨૭૦ ડેલીગેટે હાજરી આપી. વિધાર્થી અને અધ્યાપકોએ મળી ૫૦થી વધુ ફાર્મસીના વિવિધ વિષયો પર સાયન્ટિફીક પોસ્ટરો રજુ કર્યા. વર્કશોપનુ પ્રાર્થના અને દીપ પ્રાગટ્ય કરી ઉદઘાટન, ડો. જે. કે. પટેલ, પ્રિન્સિપાલ, નુતન ફાર્મસી કોલેજ, ડીન એસ. કે. પટેલ યુનિવર્સિટી, વિસનગર, એમ. એમ. પટેલ, પ્રિન્સિપાલ અને ડાયરેક્ટર સ્વામિનારાયણ સંસ્કાર ફાર્મસી કોલેજ, ઝુંડાલ અને ઉપસ્થિત ફેકલ્ટી દ્વારા કરાયુ હતુ.