લાઠી શહેરમાં ગણેશ ઉત્સવની આસ્થાભેર થઈ રહેલી ઉજવણી

838

લાઠી શહેરમાં વિશાળ પંડાલોમાં ઢોલ નગારા અબીલ ગુલાલને શરણાઈના સુર સાથે સિધ્ધીવિનાયક, દુંદાળા દેવ ગણપતિ બાપા મોરયાના નાદ સાથે ચાવંડ દરવાજા તેમજ ભવાની સર્કલથી ગણપતિબાપાની વાજીત્રો સાથે શોભાયાત્રા નિકળી હતી અને દરબારી ચોક, લુવારીયા ગેઈટ, મકવાણા શેરી, બગીચા પ્લોટ, મહાવીરનગર સહીત અનેક સ્થળોએ શુભ મુહુર્તમા ગણપતિબાપાનુ પૂજા અર્ચન  વિધી સાથે સ્થાપન કરાયું હતું. લાઠી શહેરના વિવિધ વિસ્તારના પંડાલમાં વક્રતુંડ મહાકાય વિઘ્નહર્તા, ગણપતિજીની સ્થાપના કરતા ભાવિકો, સુશોભિત બળદ ગાડા, બગી રથ,  મોટરકાર સહિતમાં ગૌરીનંદનની શોભાયાત્રા ઢોલ નગારા અને શરણાઈના સુર અબીલ ગુલાલની સોળ સાથે શહેરભરના અનેકો વિસ્તારમાં ગણેશ સ્થાપના કરાઈ હતી. ચાવંડ દરવાજા, મકવાણા શેરી, બગીચા, પ્લોટ, મહાવીરનગર, લુવારીયા ગેઇટ, દરબારી ચોક, ભવાની સર્કલ સહિતના ગણપતિની રથયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી.

Previous articleરાજુલામાં ગણેશ ઉત્સવની ઠેર ઠેર થઈ રહેલી ઉજવણી
Next articleકે.વી.વીરાણી ફાર્મસી કોલેજ- સાવરકુંડલામાં MR અને Asst. ફાર્માસીસ્ટમ કોર્સની મંજુરી