જાફરાબાદ તા. ૧૪
જ્ઞાન અને કૌશલ્યના વિકાસને ધ્યાનમાં લઈ શરૂ થયેલી પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના અંતર્ગત ઓલ ઈન્ડિયા કા.ન્સીલ ફોરટેકનીકલ એજયુકેશન (એઆઈસીટીઈ) દ્વારા સાવરકુંડલા (અમરેલી)ની કે.વી. વિરાણી ફાર્માથી કોલેજને મેડિકલ સેલ્સ રીપ્રેઝન્ટેટીવ અને મેડીકલ સ્ટોરમાં ફાર્માસીસ્ટ આસીસ્ટન્ટના અભયાસક્રમો ચલાવવાની મંજુરી આપવામાં આવેલ છે.
આ નિઃશુલ્ક અભ્યાસક્રમમાં નોંધાયેલા વિદ્યાર્થીઓ – વ્યવસાયિકોને મહત્તમ ચેક વર્ષના સમયગાળામાં કુલ ૪પ૦ કલાકની થીયરી, પ્રેકટીકલ થકી એમઆર અને મેડીકલ સ્ટોરમાં દવાઓનું વેચાણ કરવા માટેની જરૂરી કૌશલ્ય તાલીમ આપીને તેઓને આ વ્યવસાયમાં રોજગારીનો તકો ઉપલબ્ધ કરાવવામાં આવનાર છે.
આગામી તા. ૧પ સપ્ટેમ્બરથી શરૂ થનારા આ પાર્ટટાઈમ- નિઃશુલ્ક અભ્યાસક્રમમાં કોઈપણ ડિપ્લોમાં – ડિગ્રી ફાર્મસી, બી.એસ.સી., બી.બી.એ.ના સ્નાતકો અને ૧ર સાયન્સ પાસ કરેલા વિદ્યાર્થીઓ જોડાઈ શકશે. આ અંગે વધુ માહિતી માટે સવારે ૧૦-૩૦ થી પ-૦૦ દરમિયાન કે.વી. વિરાણી ફાર્મસી કોલેજ, સાવરકુંડલા – મહુવા રોડ, બાઢડા ખાતે સંપર્ક સાધવા જણાવાયું છે.