નર્મદા કેનાલમાં પાણી છોડવાની માંગ સાથે બોટાદના સરપંચો, ખેડૂતો દ્વારા આવેદન

931

બોટાદ નર્મદા કેનાલમાં પાણી  છોડવા ની માંગ સાથે ૧૩ ગામના સરપંચો અને ૨૦૦ જેટલા ખેડુતો દ્વારા કલેકટર ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. જો આગામી દિવસોમાં કેનાલમાં પાણી છોડવામાં નહી આવે તો ગાંધી ચીધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે.

હાલ ચોમાસાની સીઝનમાં ઓછો વરસાદ પડતા અને નર્મદા ડેમમાં પાણી ઓછુ હોવાના કારણે રાજ્ય સરકાર દ્વારા કેનાલમાં પાણી છોડવાનું બધ કરી દેવામાં આવ્યું હતું .ત્યારે ઉપરવસમાં પડેલા સારા વરસાદ ના કારણે નર્મદા ડેમ માં પાણી ની આવક થતા હાલ સરકાર દ્વારા ગુજરાત મા નર્મદા કેનાલ ના કમાન્ડ એરીયામાં આવતાં ખેડુતો ને મર્જાતી  મોલાત માટે  અને પશુ ધન બચાવવા માટે પુરતા પ્રમાણમાં પાણી આપવામાં આવશે તેવો નિર્ણય  લેવાયલ છે .પરંતુ  બોટાદ જિલામાં છેલ્લા દસ દિવસ થી લેખીત તેમજ મૌખીક રજુઆત કરવા  છતાં કેનાલ માં પાણી છોડવામાં આવ તું નથી . ત્યારે જો બોટાદ કેનાલમાં પાણી આવે તો ભાવનગર જિલાના  ઉમરાળા તાલુકાના ૧૩ ગામોને સિચાઈના પાણી નો લાભ થય શકે છે .  જેમાં  રામણકા ,અલમપર ,ઈશ્વરી યા ,ઝીઝાવદર ,નીગાલા નાનું અને મોટું ,પાટી ,દરેડ ,કાળા તળાવ ,ઉજ્લવાવ અને લાઠીદડ ના ખેડૂતો ને પાણી નો ફાયદો થય શકે તેમ  છે ..ત્યારે  જો બે દિવસ મા પાણી નહીં છોડવામાં આવે તો    ખેડુતો દ્વારા પોતાના ખેતરોમાં ઉભા પાક તથા લાખો રૂપિયા નો ખર્ચો ખેડુતો દ્વારા કરવામાં આવેલ  પાક  નિષ્ફળ જાય તેમ છે.  ત્યારે આજે ૧૩ ગામોના સરપચ અને ૨૦૦ જેટલા લોકો દ્વારા  આજે બોટાદ જિલા કલેકટર સુજીત કુમાર ને આવેદનપત્ર આપી પાણી છોડવાની માંગ કરી હતી  અને જો આગામી દિવસોમાં ખેડુતો ની માગણીઓ નહી  સ્વીકારવા મા નહી આવે તો રામણકા સહિતના ૧૩ ગામના ખેડુતો દ્વારા ગાંધીચિંધ્યા માર્ગ ઉપર ઉપવાસ પર બેસવાની ચીમકી આપી હતી.

Previous articleબરવાળામાં ગણેશ ઉત્સવની ઉજવણી
Next articleરાજુલાના પૂર્વ ચીફ ઓફિસર પરીખે કરેલ ભ્રષ્ટાચારની તપાસનો ધમધમાટ