છેતરપીંડીના ગુનામાં ફરાર પીજીવીસીએલનો કર્મી જબ્બે

738

જાફરાબાદ પીજીવીસીએલ કચેરીમાં સીનીયર આસીસ્ટન્ટ વિરૂધ્ધ ગ્રાહકની બોલની રકમ ઉચાપતનો ગુનો નોંધાયો હોય જે ગુનામાં ફરાર કર્મચારીને જાફરાબાદ પોલીસે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી હતી.

જાફરાબાદ પો.સ્ટે.ના પોલીસ ઈન્સ્પેક્ટર આર.ટી. ચનુરાના સીધા માર્ગદર્શન હેઠળ આર.યુ. ધામા તાબાના પોલીસ કર્મચારીઓને ઉપરી અધિ.ને આપેલ સુચના તથા માર્ગદર્શનથી વાકેફ કરી નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા સુચના આપેલ જે સુચના અન્વયે જાફરાબાદ ટાઉન પો.સ્ટે. આઈપીસી ક. ૪૦૬, ૪૦૯, ૪ર૦ મુજબનો ગુનો તા.૧૯-૩ના રોજ ગુન્હો રજી. થયેલ હોય અને આ કામનો આરોપી રામભાઈ ભીમાભાઈ કટારીયા રહે.વેરાવળ શિવજીનગર હોટલ પાર્કની પાછળ તા.વેરાવળ જી.ગીર સોમનાથવાળા જાફરાબાદ મુકામે પીજીવીસીએલ કચેરીમાં સીનીયર આસીસ્ટન્ટ (કેશ) તરીકે ફરજ બજાવતા હોય તેમની ફરજ દરમ્યાન તા.ર૮-રના રોજ ગ્રાહકના વીજ બીલની રકમ કર્મચારીઓ દ્વારા વસુલ કરવામાં આવેલ. જે ૯૬ રસીદની રકમ રોકડ રૂા.૯૭,૭૪૦ની બેન્કમાં જમા કરાવવાના બદલે પોતાના અંગત ઉપયોગ માટે રકમ જમા નહીં કરાવી પોતાના અંગત ઉપયોગમાં લઈ બારોબાર જતા રહી રકમની ઉચાપત કરી સરકારી નાણા ઓળવી જઈ ગુન્હો કરી આજદિન સુધી નાસતો ફરતો હોય જેને પૂર્વ બાતમી આધારે આજરોજ પકડી પાડી કાર્યવાહી કરેલ છે.

Previous articleઆંતર કોલેજ યોગ સ્પર્ધામાં ચેમ્પિયન
Next articleરાષ્ટ્રીય અંધજન મંડળ-ભાવનગર જિલ્લા શાખા દ્વારા અખિલ હિન્દ અંધજન ધ્વજદિનની ઉજવણી