ઋષિ પંચમી પર્વે મોરારિબાપુ પ્રેરિત વાચસ્પતિ તથા ભામતી પુરસ્કાર પ્રદાન કરાયા છે. આ પ્રસંગે મોરારિબાપુએ કહ્યું કે, બધા વીજ્ઞાન રામચરિત માનસમાં છે. અહિં સંસ્કૃત સત્રમાં ઋષિ વિજ્ઞાન પર વિદ્વાનો દ્વારા સંગોષ્ઠી યોજાઈ હતી.
મોરારિબાપુ પ્રેરિત સંસ્કૃત સત્ર-૧૮નું તા. ૧રથી તા. ૧૪ થયેલા આયોજનમાં આજે વાચસ્પતિ પુરસ્કાર સંસ્કૃત સાહિત્યના વિદ્વાન મણિભાઈ પ્રજાપતિ (મહેસાણા) તથા ભામતી પુરસ્કાર સંસ્કૃતિના વિવિધ ક્ષેત્ર વિદુષી ભારતીબેન કિર્તિભાઈ શેલત (સ્વર્ગસ્થ)ને પ્રદાન કરાયા છે.
જગદગુરૂ આદિશંકચાર્ય સંવાદગૃહ, કૈલાસ ગુરૂકુળ, મહુવા ખાતે આજે ઋષિપંચમી પર્વે પુરસ્કાર પ્રદાન કર્યા બાદ મોરારિબાપુએ કહ્યું કે અહિં બે દિવસ ઋષિ વિજ્ઞાન વકતવ્યોમાં વિદ્વાનોમાં સારો પ્રકાશ પાડ્યો અને આ બધા જ વિજ્ઞાન રામચરિત માનસમાં રહેલા છે. અલગ અલગ પ્રસંગ અને તેની ચોપાઈના ઉલ્લેખ સાથે તેમા રહેલા વિજ્ઞાનની વાત કરી મોરારીબાપુએ સવિશેષ ભાણદેવજી દ્વારા યોગ, અષ્ટાંગ યોગ સાથે શિવાલયના વિજ્ઞાનની વાતને બિરદાવી.
અહિં સંસ્કૃત સત્ર-૧૮માં હસ્વિન્દ્રભાઈ જોષીના સંકલન સાથે સંસ્કૃત સત્રમાં ઋષિ વિજ્ઞાન પર વિદ્વાનો દ્વારા સંગોષંઠી યોજાઈ હતી. આ પ્રસંગે સન્માનિતોને રૂા. ૧,રપ,૦૦૦ની રાશિ, આદર સન્માન પત્ર અને સુત્રમાળા અર્પણ કરાયેલ.