ઓડ મિત્ર મંડળ, રોહીદાસ યુવા ગૃપ દ્વારા ગણેશોત્સવ

990

ભાવનગર શહેરમાં વિવિધ વિસ્તારોમાં ગણેશ મહોત્સવના ઠેર-ઠેર ભવ્ય આયોજનો થયા છે. જેમાં સહકારી હાટ સામે ઓડ મિત્ર મંડળ દ્વારા ગ ણેશ ઉત્સવનું આયોજન કરાયેલ છે. જેમાં ૧ર ફુટની વિશાળ ગેણશજીની મૂર્તિની પુજા-અર્ચના સાથે સ્થાપન કરાયું છે. અને પ દિવસે તા. ૧૭ના રોજ કોળિયાક ખાતે વિસર્જન કરવામાં આવશે જયારે શહેરના આનંદનગર વિસ્તારમાં સંત રોહીદાસનગર ખાતે રોહીદાસ યુવા ગૃપ દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં દરરોજ સવાર-સાંજ મહાઆરતી, પુજન-અર્ચન તથા પ્રસાદ વિતરણ કરવામાં આવે છે. મહોત્સવને સફળ બનાવવા – રોહીદાસ ગૃપના ગપાોલ ચૌહાણ, મુકેશ સોલંકી, મુકેશ કંટારિયા હિતેષ ગણચર સહિત યુવાનો જહેમત ઉઠાવી રહ્યા છે.

Previous articleબધા વિજ્ઞાન રામચરિત માનસમાં છે : મોરારિબાપુ
Next articleદરેડ ગામે જાહેરમાં તનીપત્તી ટીચતા છ ગેમ્બલરો ઝડપાયા