દરેડ ગામે જાહેરમાં તનીપત્તી ટીચતા છ ગેમ્બલરો ઝડપાયા

1127

વલભીપુર દરેડ ગામે જાહેરમાં તીનપતીનો જુગાર રમી રહેલા ૬ ગેમ્બલરોને વલભીપુર પોલીસે રેડ કરી રોકડ મત્તા સાથે ઝડપી લીધા હતાં.

પોલીસ અધિક્ષક પી.એસ. માલ તથા ના.પો.અધિ. પાલિતાણાનાં આર. ડી. જાડેજાએ  પ્રોહી – જુગાર ની બદી દૂર કરવાની સુચના આપેલ હોય જે સુચના અન્વયે પી.એસ.આઇ. ટી.એસ.રીઝવીને મળેલ બાતમી આધારે એ.એસ.આઇ એ.ડી. પંડયા હેડ કોન્સ. હરદેવસિંહ  પો.કોન્સ.,  અમિતભાઇ , ભગવાનભાઇ વિ. એ દરેડ ગામે ભરવાડ શેરી પાસે  રેઇડ કરતા જાહેર માં જુગાર રમતા  જગદીશભાઇ કરમશીભાઇ વણોદીયા, જયેશભાઇ બાબુભાઇ સોલંકી, વેલજીભાઇ તળશીભાઇ બાવળીયા, હિમતભાઇ કાનજીભાઇ વણોદીયા, ભરતભાઇ જાદવભાઇ પરમાર , જીતેશભાઇ લધુભાઇ અદાણીયા રહે તમામ દરેડ તા. વલ્લભીપુર વાળા  ને   રોકડા રૂા. ૧૩,૭૮૦/- તથા ગંજી પત્તાના પાના ઓ સાથે મળી આવતા  જુગાર ધારા કલમ ૧૨ મુજબ તમામની ધોરણસર અટક કરેલ છે તપાસ હેડ કોન્સ. પુથુભા રાયજાદા ચલાવી રહયા છે.

Previous articleઓડ મિત્ર મંડળ, રોહીદાસ યુવા ગૃપ દ્વારા ગણેશોત્સવ
Next articleશાકભાજીના વાવેતરની આડમાં વાવેલા ગાંજાના ૧રપ છોડ કબ્જે