શહેરના બોરતળાવ મફતનગર વિસ્તારના રહેણાંકી મકાનમાં એસઓજી અને એલસીબી ટીમે સંયુકત રેડ કરી શાકભાજીના વાવેતરની આડમાં વાવેલા ગાંજાના ૧રપ છોડ કબ્જે લીધા હતાં અને મકાન માલિકની ધોરણસર અટક કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
ગુજરાત રાજ્યના પોલીસ મહાનિદેશન અને મુખ્ય પોલીસ અધિકારી દ્રારા ગુજરાત રાજ્યમાં એ.ટી.એસ.ના માર્ગદર્શન હેઠળ માદક પદાર્થના ગેરકાયદેસર વેચાણ અને વહન અંગેના કેસો કરવા અને તેવા પદાર્થ શોધી તેનું ગેરકાયદેસર વેચાણ કરતા ઇસમો સામે કાયદેસર કાર્યવાહી કરવા અંગેની એક ખાસ ડ્રાઇવનું આયોજન ચાલી રહેલ છે.
એલ.સી.બી.ના પોલીસ ઇન્સ. ડી.એમ.મિશ્રા તથા એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ. ડી.ડી.પરમાર તથા એલ.સી.બી. તથા એસ.ઓ.જી. પોલીસે બોરતળાવ, મફતનગર, રામાપીરનો ચોક પાસે રહેતા રામજીભાઇ ઉર્ફે રામદાસ જેસીંગભાઇ પરમાર ઉ.વ.૪૫ વાળાને ત્યા રેઇડ કરી પોતાના મકાનમાં ફળીયામાં શાકભાજીની આડમાં વાવેતર કરેલ ગાંજાના છોડ નંગ-૧૨૫ વજન ૫.૬૧૪ કિલો ગ્રામ તથા સુકો ગાંજો વજન ૨૯૦ ગ્રામ સાથે ઝડપી પાડેલ હતો મજકુર આરોપી સામે એનડીપીએસ એક્ટ તળે કાયદેસર કાર્યવાહી કરી એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ. ડી.ડી.પરમાર સાહેબે ફરિયાદ આપી બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ.