પ્રજા અને જાનમાલની સુરક્ષા સલામતી જળવાઈ રહે કાયદો- વ્યવસ્થામાં કોઈ છીન ન રહે તે જવાબદારી પોલીસ વિભાગની હોય છે. જેમાં પ્રજાનો સહયોગ જરૂરી હોય છે. અમરેલી એસ.પી. દ્વારા દામનગર પોલીસ મથકમાં છેલ્લા ચાર મહિનામાં ૩ પી.એસ.આઈ. બદલાયા ટુંકાગાળામાં બદલીઓ થઈ તેમાં પી.એસ.આઈ. વી.વી. પંડયાને રાજુલા અને ત્યાંથી વાય.પી. ગોહિલનો હુકમ થતા હાજર થતાં જ આજે વહેલી સવારે બે ડમ્પરો નં. જી.જે.૦૧ ઈટી પર૧૯ અને જી.જે. ૦૯ એકસ ૯૦૪૧ને દહીશરા રોડ પરથી ટ્રાફિક નિયમનનો ભંગ, અસલ કાગળો ન હોવા, ઓવરલોડના ગુન્હામાં ડ્રાઈવરો મનોજબાપુ ખોડદા રે. ધંધુકા અને નસીબ ઈસ્માઈલ બ્લોચ રે. વઢવાણ વાળાની અટક સાથે ડીટેઈન કરી ખાણખનીજ વિભાગના ભુસ્તરશાસ્ત્રી અમરેલીને જાણ કરતા કાર્યવાહી કરી હતી.