ભારદવી અમાસ બાદ ભાદરવા સુદ પાંચમ ઋષિ પાંચમ નિમિતતે નિષ્કલંક મહાદેવમાં સ્નાન કરી ડુબકી લગાવવાનું મહાત્મ્ય છે. ઋષિપાંચમ નિમત્તે ખાસ કરીને બહેનો દ્વારા પાંચ વખત સ્નાન કરવાનું મહત્વ છે અને નિષ્કલંકમાં સ્નાન કરવાનું અનેરૂ મહત્વ હોય આજે પણ ભાવનગર શહેર- જિલ્લા ઉપરાંત સૌરાષ્ટ્ર અને ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી હજારો ભાવિકો કોળિયાક પહોંચ્યા હતા અને નિષકલંક મહાદેવના દરિયામાં સ્નાન કરીને આસ્થાભેર હુળકી લગાવી હતી. આ ઉપરાંત અન્ય સ્થળોએ પણ ભાવિકોએ આસ્થાભેર સ્નાન કર્યા હતાં.