દેહજ અત્યાચારના મામલામાં પતિ અને તેમના પરિવારને મળેલા સેફગાર્ડનો ગાળો હવે ખતમ થઇ ચુક્યો છે. સુપ્રીમ કોર્ટે અગાઉના પોતાના ચુકાદામાં મોટો ફેરફાર કરીને પતિની ધરપકડ માટેનો માર્ગ મોકળો કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે આજે કહ્યું હતું કે, ફરિયાદોનો નિકાલ લાવવા માટે પરિવાર કલ્યાણ કમિટિની જરૂર નથી. મામલામાં આરોપીઓની તરત ધરપકડ પર મુકવામાં આવેલા પ્રતિબંધને ઉઠાવી લઇને સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, ભોગ બનેલાઓની સુરક્ષા માટે આ પ્રકારના પગલા લેવાની જરૂર દેખાઈ રહી છે. કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું છે કે, આરોપીઓ માટે વચગાળાની જામીન માટે માર્ગ ખુલ્લો છે. કોર્ટના ચુકાદા મુજબ પોલીસ સીઆરપીની કલામ ૪૧ હેઠળ કામ કરી શકશે જેમાં પુરતા પ્રમાણમાં આધાર હોવા પર ધરપકડની જોગવાઈ રહેલી છે. દહેજ અત્યાચારના મામલામાં સુપ્રીમ કોર્ટના બે જજની બેંચે ગયા વર્ષે આપવામાં આવેલા પોતાના ચુકાદામાં કહ્યું હતું કે, દહેજ અત્યાચારના કેસમાં સીધીરીતે ધરપકડ થઇ શકશે નહીં પરંતુ આ ચુકાદા બાદ ચીફ જસ્ટિસ દિપક મિશ્રાના નેતૃત્વવાળી ત્રણ જજની બેંચે કહ્યું હતું કે, દહેજ અત્યાચારના મામલામાં જે સેફગાર્ડ આપવામાં આવ્યા છે તેની પાછળ તેઓ સહમત નથી.
બે જજની બેંચના ચુકાદાની સામે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસના નેતૃત્વમાં ત્રણ જજની બેંચને બીજી વખત વિચારણા કરવા માટે કહેવામાં આવ્યું હતું અને સુનાવણી બાદ ચુકાદો અનામત રાખવામાં આવ્યો હતો. ૨૭મી જુલાઈ ૨૦૧૭ના દિવસે સુપ્રીમ કોર્ટની બે જજની બેંચે કહ્યું હતું કે, આઈપીસી કલમ ૪૯૮એ એટલે કે દહેજ અત્યાચાર મામલામાં ધરપકડ સીધીરીતે થઇ શકશે નહીં. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, દહેજ અત્યાચાર મામલાને જોવા માટે દરેક જિલ્લામાં એક પરિવાર કલ્યાણ સમિતિ બનાવવાનો અગાઉ આદેશ આપવામાં આવ્યો હતો. સમિતિના રિપોર્ટ બાદ ધરપકડ કરવાની વાત કરવામાં આવી હતી તે પહેલા ધરપકડ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે દહેજ અત્યાચાર મામલામાં કાયદાના દુરુપયોગ ઉપર ચિંતા વ્યક્ત કરી હતી અને લીગલ સર્વિસ ઓથોરિટીને કહ્યું હતું કે, તે દરેક જિલ્લામાં પરિવાર કલ્યાણ સમિતિની રચના કરે અને સિવિલ સોસાયટીના લોકોને પણ આમા સામેલ કરવામાં આવે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એકે ગોયેલ અને જસ્ટિસ યુયુ લલિતની બેંચે કહ્યું હતું કે, રાજેશ શર્મા વિરુદ્ધ સ્ટેટ ઓફ યુપીના કેસમાં માર્ગદર્શિકા જારી કરવામાં આવી હતી જે હેઠળ દહેજ અત્યાચારના કેસમાં ધરપકડની સામે સેફગાર્ડ આપવામાં આવ્યા હતા. લો કમિશને પણ કહ્યું હતું કે, મામલામને સમાધાનકારી બનાવવામાં આવે તે જરૂરી છે. નિર્દોષ લોકોના માનવ અધિકારને નજર અંદાજ કરી શકયા નહીં. અનિચ્છુક ધરપકડ અને અસંવેદનશીલ મામલાઓ માટેસેફગાર્ડની જરૂર હોય છે. કારણ કે, સમસ્યાઓ ઘણી રહેલી છે. બે જજની બનેલી બેંચે અગાઉ માર્ગદર્શિકા જારી કરી હતી. ૧૩મી ઓક્ટોબર ૨૦૧૭ના દિવસે ચીફ જસ્ટિસ દિપક મિશ્રાના નેતૃત્વવાળી બેંચે કહ્યું હતું કે, આ મામલામાં બે જજની બેંચે ૨૭મી જુલાઈના દિવસે જે આદેશ પસાર કર્યો હતો તેમાં પણ અનેક જોગવાઈઓ રાખવામાં આવી હતી. ધરપકડ પર પ્રતિબંધિત સંબંધિત માર્ગદર્શિકા બનાવવામાં આવી હતી. બેંચે કહ્યું હતું કે, અમે કાયદા બનાવતા નથી. કોર્ટે એમ પણ કહ્યું હતું કે, એમ લાગે છે કે, ૪૯૮એની હદમાં હળવા કરવાની બાબત કેટલાક પ્રશ્નો ઉઠાવે છે. સુપ્રીમ કોર્ટના આજના ચુકાદાથી દહેજ અત્યાચારના મામલામાં ચોક્કસપણે ઘટાડો થઇ શકે છે. સુપ્રીમ કોર્ટે આજે તેના અગાઉના ચુકાદામાં સુધારો કર્યો હતો. ફરિયાદીઓને હેરાન કરવાના સંદર્ભમાં પણ કમિટિની રચના કરવા અગાઉ કહેવામાં આવ્યું હતું. ૨૩મી એપ્રિલના દિવસે સુપ્રીમ કોર્ટે ચુકાદાની ફેર સમીક્ષાની માંગ કરતી શ્રેણીબદ્ધ અરજીઓ ઉપર ચુકાદો અનામત રાખ્યો તો. ચીફ જસ્ટિસ દિપક મિશ્રા, ખાનવીલકર અને ચંદ્રચુડની બનેલી બેંચે આ ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે કેટલાક મહત્વપૂર્ણ તારણ આપ્યા હતા. મહારાષ્ટ્રના અહેમદનગર જિલ્લા મહિલા વકીલોની એક ટીમ દ્વારા બનાવવામાં આવેલી સંસ્થા એનજીઓ ન્યાયધાર દ્વારા દાખળ કરવામાં આવેલી અરજી પર સુનાવણી ચલાવતી વેળા આ મુજબનો આદેશ કર્યો હતો.