હરિયાણાના મહેન્દ્રગઢ જિલ્લામાં ૧૯ વર્ષની યુવતીની સાથે ગેંગરેપની સનસનાટીપૂર્ણ ઘટના સપાટી ઉપર આવી છે. એવા આક્ષેપ છે કે, મહેન્દ્રગઢના કનીનામાં ત્રણ લોકોએ ૧૯ વર્ષીય યુવતીનું અપહરણ કરી લીધું હતું અને તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. ગેંગરેપનો આ મામલો સપાટી ઉપર આવ્યો છે. હરિયાણામાં બોર્ડ ટોપર રહેલી યુવતી પર ગેંગરેપનો મામલો સપાટી ઉપર આવ્યો છે. પોલીસને મોડેથી આ અંગે માહિતી મળી છે. અલબત્ત ગેંગરેપના સંદર્ભમાં હજુ સુધી કોઇની પણ ધરપકડ કરવામાં આવી નથી. પોલીસે માહિતી આપતા કહ્યું છે કે, યુવતીનું આરોપીઓએ બુધવારે અપહરણ કરી લીધું હતું તે વખતે તે કોચિંગ માટે પોતાના ઘરમાંથી નિકળી હતી. થોડાક અંતરે આરોપી કાર લઇને પહોંચ્યા હતા અને તેને લીફ્ટ આપવાના બહાને અપહરણ કરીને ફરાર થઇ ગયા હતા. આરોપીઓ યુવતીના ગામના જ હોવાનું જાણવા મળ્યું છે. આરોપી યુવતીને લીફ્ટ આપીને ગુપ્ત સ્થળે લઇ ગયા હતા અને નશાની ચીજો પીવડાવી દીધી હતી અને સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. ભોગ બનેલી યુવતીએ માહિતી આપતા કહ્યું હતું કે, તેને ગામના બે યુવકો અપહરણ કરીને લઇ ગયા હતા જ્યાં તેને પીણામાં બેભાન કરે તેવી દવા આપી હતી.
ભાનમાં આવી ત્યારે ત્યાં એક યુવક હતો જે તેને પરત મુકી ગયો હતો. મામલામાં ત્રણ લોકોની સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. મેડિકલ તપાસ પમ કરવામાં આવી ચુકી છે. મામલામાં કાર્યવાહી કરવા માટે હરિયાણા સરકાર પણ વધારે કઠોર દેખાઈ રહી નથી. મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે કહ્યું છે કે, કાયદો પોતાની રીતે કામ કરશે. દોષિતને સજા મળશે. બીજી બાજુ હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભુપેન્દ્રસિંહ હુડાએ કહ્યું છે કે, રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંપૂર્ણપણે ભાંગી પડી છે. સરકારે નૈતિકતાના આધાર પર રાજીનામુ આપવું જોઇએ. અપરાધો સતત વધી રહ્યા છે પરંતુ સરકાર નિષ્ક્રિય છે.