પચોરીની સામે આરોપો ઘડવા માટે કોર્ટનો હુકમ

739

દિલ્હીની સાકેત કોર્ટે આજે ટેરીના પૂર્વ પ્રમુખ આરકે પચોરી સામે દાખલ કરવામાં આવેલા છેડતીના મામલામાં આરોપો નક્કી કરવાનો આદેશ કર્યો હતો. પચોરી ઉપર સહકર્મી દ્વારા આ મુજબનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ મામલાની વધુ સુનાવણી ૨૦મી ઓક્ટોબરના દિવસે હાથ ધરવામાં આવશે. કોર્ટે પચોરીને અન્ય કેટલીક કલમોમાંથી મુક્ત કરી દીધા હતા. મેટ્રો પોલિટન મેજિસ્ટ્રેટ ચારુ ગુપ્તાએ ઇન્ડિયન પીનલ કોડની કલમ ૩૫૪, કલમ ૩૫૪એ અને કલમ ૫૦૯ના મામલામાં આરોપો ઘડવાનો આદેશ કર્યો હતો.

વર્ષ ૨૦૧૫ના દિવસે પચોરીની સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો ત્યારબાદ ૨૧મી માર્ચના દિવસે તેમને આગોતરા જામીન મળી ગયા હતા.

પીડિત યુવતીએ કોર્ટના ઓર્ડર બાદ થોડીક રાહત મળી હોવાની વાત કરી હતી. વાસ્તવિકતા સપાટી પર લાવવા માટે સંઘર્ષ કરવાની ફરજ પડી છે. ૧૩મી ફેબ્રુઆરી ૨૦૧૫ના દિવસે પચોરીની સામે એક અન્ય કર્મીએ અત્યાચારના આક્ષેપ કર્યા હતા.

Previous articleહરિયાણામાં બોર્ડ ટોપર પર ગેંગરેપથી ભારે સનસનાટી
Next articleકાશ્મીરના કિશ્તવાડમાં બસ ચિનાબ નદીમાં પડી : ૧૭ના મોત