જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડના ઠકુરાઈ વિસ્તારમાં શુક્રવારે વહેલી સવારે એક મેટાડોર વાન ખીણમાં પડી ગઈ હતી. આ ઘટનામાં ૧૭ લોકોના મોત થયા છે જ્યારે ૧૧ લોકો ઘાયલ થયા છે. બસમાં લગભગ ૩૦ લોકો સવાર હતા. ગંભીર રીતે ઘાયલ ૧૧ લોકોને હેલિકોપ્ટરથી જમ્મુની હોસ્પિટલમાં લઈ જવાયાં છે. ઘટનાની જાણ થતાં જ રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. રાહત-બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. કિશ્તવાડના ડીસી અંગ્રેજ સિંહ રાણાએ પણ આ ઘટનાનો ખુલાસો કર્યો છે.પોલીસે જણાવ્યું કે, મિની બસના ચાલકે નિયંત્રણ ગુમાવ્યુ હોવાથી બસ પલટી ખઈને ખીણમાં પડી ગઈ હતી. પોલીસે અત્યાર સુધી આઠ મૃતદેહોનો કબજો મેળવી લીધો છે. ગુમ થયેલા લોકોની તપાસ કરવામાં આવી રહી છે. મળેલી માહિતી પ્રમાણે આ ગાડીમાં કુલ ૨૫ લોકો હતાં.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ મિની બસ શ્રદ્ધાળુઓને લઈને માછિલ માતાના મંદિરે જતી હતી. તે દરમિયાન બસ ડ્રાઈવરે નિયંત્રણ ગુમાવતા બસ ચિનાબ નદીમાં પડી ગઈ હતી. ઘટના કિશ્તવાડથી અંદાજે ૨૮ કિમી દૂર થઈ હતી. ઘટનામાં હાલ તો એક પાંચ વર્ષનો છોકરો જીવતો મળ્યો છે.