હોલસેલ પ્રાઇઝ ઉપર આધારિત ફુગાવો (ડબલ્યુપીઆઈ) ફુગાવો ઓગસ્ટ મહિનામાં ૪.૫૩ ટકા થઇ ગયો છે જે ચાર મહિનાની નીચી સપાટી છે. રિટેલ ફુગાવો ઘટી ગયા બાદ હવે ડબલ્યુપીઆઈ ફુગાવો પણ ઘટ્યો છે. જુલાઈ મહિનામાં ડબલ્યુપીઆઈ ફુગાવો ૫.૦૯ ટકા હતો જે હવે ઘટીને ૪.૫૩ ટકા થયો છે. એલપીજીમાં ફુગાવો ૪૬.૦૮ ટકા રહ્યો છે જ્યારે ડીઝલ અને પેટ્રોલમાં ફુગાવો ક્રમશઃ ૧૯.૯૦ અને ૧૬.૩૦ ટકાનો રહ્યો છે. અનેક ચીજવસ્તુઓના ભાવમાં ઘટાડો થયો છે. ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં ડબલ્યુપીઆઈ ફુગાવો ૩.૨૪ ટકા હતો. આજે જારી કરવામાં આવેલા આંકડા મુજબ ફુડ આર્ટિકલ્સમાં ડિફ્લેશનનો આંકડો ૪.૦૪ ટકા રહ્યો છે. શાકભાજીમાં ડિફ્લેશન ઓગસ્ટ મહિનામાં ૨૦.૧૮ ટકા રહ્યો છે જે અગાઉના મહિનામાં ૧૪.૦૭ ટકા હતો. ઓગસ્ટ મહિનામાં ફ્યુઅલ અને પાવર બાસ્કેટમાં ફુડ આર્ટિકલ્સમાં ડિફ્લેશનનો પ્રવાહ બે આંકડામાં રહ્યો છે. ડબલ્યુપીઆઈ અને રિટેલમાં ફુગાવા ઘટ્યા છે. ડેટા દર્શાવે છે કે, આંકડાના આધાર પર આરબીઆઈ દ્વારા હવે પોલિસી અંગે નિર્ણય કરવામાં આવનાર છે. આ નાણાંકીય વર્ષની ત્રીજી નાણાંકીય નીતિ સમીક્ષામાં આરબીઆઈએ વ્યાજદરમાં ૦.૨૫ ટકાનો વધારો કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, રૂપિયામાં ઘટાડા, પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારાના દોર વચ્ચે હાલમાં સરકારને મોટી રાહત મળી હતી. કારણ કે, ઓગસ્ટ મહિનામાં રિટેલ ફુગાવાનો આંકડો ૧૦ મહિનામાં સૌથી નીચી સપાટીએ પહોંચી ગયો હતો. રિટેલ ફુગાવાના આંકડો ઘટીને ૩.૬૯ ટકા સુધી નીચે પહોંચી ગયો હતો જે છેલ્લા ૧૦ મહિનામાં ઓછો દર છે. ગયા વર્ષની આ અવધિમાં રિટેલ ફુગાવાના આંકડો ૩.૨૮ ટકા હતો. આના કારણે ખાદ્યાન્ન ચીજવસ્તુઓની કિંમતમાં ઘટાડો થયો છે. જુલાઈ મહિનામાં ખાદ્યાન્ન ફુગાવાનો દર ૧.૩૭ ટકા હતો જે ઓગસ્ટમાં ૦.૨૯ ટકા થઇ ગયો છે. રિટેલ ફુગાવાનો આંકડો જારી કરવામાં આવ્યા ાદ આરબીઆઈ પોતાની આગામી પોલિસી સમીક્ષાની બેઠકમાં રેટમાં વધારો કરી શકે છે. રિઝર્વ બેંકની મોનિટરી પોલિસી કમિટિ દ્વારા છેલ્લી સમીક્ષામાં મોંઘવારી દરનો અંદાજ નાણાંકીય વર્ષ ૧૯ માટે ૪.૦૮ ટકાથી ઘટાડીને ૪.૭ ટકા કરી દીધો હતો. એમપીસીની બેઠકમાં મોંઘવારીનો દર વધવાની દહેશત વ્યક્ત કરવામાં આવી હતી. આનુ કારણ એ હતું કે, ખરીફ પાકના લઘુત્તમ સમર્થન મૂલ્યમાં વધારો કરવામાં આવ્યો હતો. ક્રૂડની કિંમતમાં વધારો થયો હતો. ડોલર સામે રૂપિયાની કિંમતમાં પણ ઘટાડો થઇ રહ્યો હતો. રિઝર્વ બેંકે આજ કારણસર બીજી વખત વ્યાજદરોમાં વધારો કર્યો હતો. આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલે કહ્યું છે કે, ચાર ટકાના મોંઘવારી દરમાં ટાર્ગેટને હાંસલ કરવા આ પગલું જરૂરી છે. જુલાઈ મહિનામાં રિટેલ ફુગાવાનો દર ઘટી જવા પાછળ કેટલાક કારણો જવાબદાર દેખાઈ રહ્યા છે.