વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 15 સપ્ટેમ્બર એટલે શનિવારે ‘સ્વચ્છતા હી સેવા મિશન’ની શરૂવાત કરી છે. તેમણે આજે સફાઇ અભિયાન કાર્યક્રમની પછી આંબેડકર શાળાની સફાઈ પણ કરી હતી.
આ પહેલા પીએમ મોદીએ સમાજના વિભિન્ન વર્ગોના આશરે 2000 લોકોને પત્ર લખીને આ સફાઇ અભિયાનનો ભાગ બનવા માટે આમંત્રિત કર્યા છે. જેથી આ અભિયાનને સફળ બનાવી શકાય. આધિકારીક સૂત્રોએ જણાવ્યું રે જે લોકોને આમંત્રિત કર્યા છે તેમાં પૂર્વ ન્યાયાધીશ, અવકાશ પ્રાપ્તિ અધિકારી,વીરતા પુરસ્કારના વિજેતા તથા રાષ્ટ્રમંડળ અને એશિયાઇ રમતના મેડલ વિજેતા સામેલ છે. દરેક રાજ્યના મુખ્યમંત્રીઓ, ઉપમુખ્યમંત્રીઓ, રાજ્યપાલ અને ઉપરાજ્યપાલને પણ આ પત્ર આપવામાં આવ્યો છે. કેટલાક પ્રમુખ ધાર્મિક નેતાઓ, ફિલ્મી હસ્તીઓ, ખેલાડીઓ, લેખકો, પત્રકારોને પણ વડાપ્રધાને આ પત્ર આપ્યો છે.
પીએમ મોદીએ દેશભરના મીડિયા ગ્રુપના યોગદાનની પ્રસંશા કરી અને કહ્યું કે મીડિયાએ દેશના ખૂણા ખૂણાના સ્વચ્છાગ્રહીઓના યોગદાનને બહાર લાવવા માટે પ્રેરિત કર્યાં. તેમના આ યોગદાન માટે ધન્યવાદ. પીએમએ કહ્યું કે, સ્વચ્છ ભારત અભિયાનને કારણે ડાયેરિયાના કેસો ઓછા થયા છે.