રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢની આગામી વિધાનસભાની ચૂંટણીની સાથે તેલંગણામાં પણ સંભવિત ચૂંટણીને જોતા તમામ પાર્ટીઓ રણનીતિ બનાવવામાં લાગી ગઈ છે. શનિવારે હૈદરાબાદ પહોંચેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે જાહેરાત કરી કે તેલંગણામાં સંભવિત વિધાનસભા ચૂંટણીમાં પાર્ટી તમામ સીટો પર લડશે. તેમણે કહ્યું કે, પ્રદેશમાં ભાજપ મજબૂત અને નિર્ણાયક ભૂમિકામાં ઉભરશે.
હૈદરાબાદમાં મીડિયા સાથે વાત કરતા અમિત શાહે ટીઆરએસના પ્રમુખ અને તેલંગણાના મુખ્યપ્રધાન કેસી રાવ પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું, કેસી રાવ પહેવા વન નેશન, વન ઈલેક્શનનું સમર્થન કરતા હતા. પરંતુ હાલના સમયમાં તેની પાર્ટીએ આ મુદ્દા પર પોતાનું વલણ બદલી નાખ્યું છે અને નાના રાજ્ય (તેલંગણા) ને બે ચૂંટણી (લોકસભા અને વિધાનસભા)નો ખર્ચ ઉઠાવવા માટે મજબૂર કર્યું છે.