કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને યોજાનારા સંઘના કાર્યક્રમ માટે આમંત્રણ જ નહિ..!!

809

આગામી ૧૭ સપ્ટેમ્બરથી ત્રણ દિવસ માટે યોજાનારા સંઘના કાર્યક્રમમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને હજુ સુધી આમંત્રણ નથી અપાયુ. ૧૭ થી ૧૯ સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા આ કાર્યક્રમમાં કોંગ્રેસ તરફથી દિગ્વિજયસિંહને આમંત્રણ અપાયુ છે. આ ઉપરાંત બંગાળના સીએમ મમતા બેનર્જી અને યુપીના પૂર્વ સીએમ અખિલેશ યાદવને નોંતરૂ અપાયુ છે.તો બીએસપી સુપ્રીમો માયાવતીને પણ આમંત્રિત કરાયા છે. કુલ મળીને ચાલીસ જેટલા પક્ષોના પ્રમુખ નેતાઓને સંઘે આ કાર્યક્રમમાં ભાગ લેવા આમંત્રણ આપ્યુ છે. સંઘના યોજાનારા આ સેમિનારનો વિષય ભવિષ્યનુ ભારત છે. વિજ્ઞાન ભવનમાં યોજનારા આ કાર્યક્રમમાં રાહુલ ગાંધીને આમંત્રણને લઇને અટકળો ચાલી હતી. પરંતુ આ કાર્યક્રમ માટે હજુ સુધી રાહુલ ગાંધીને આમંત્રણ નથી અપાયુ. મનાઇ રહ્યુ છે કે રાહુલ ગાંધીને આ કાર્યક્રમમાં સામેલ થવા અંગત ધોરણે આમંત્રણ આપી શકાય છે.

આરએસએસએ એઆઇએડીએમકે, ડીએમકે, બીજેડી, ટીડીપી સહિત દેશના ચાલીસ રાજકીય પક્ષોના પ્રમુખ નેતાઓને બોલાવ્યા છે. મનાઇ રહ્યુ છે કે સંઘના આ કાર્યક્રમમાં મુસ્લિમ ધર્મગુરૂઓને પણ નિમંત્રણ અપાયુ છે. જો કે મુસ્લિમ પર્સનલ બોર્ડે પોતાનુ વલણ સ્પષ્ટ કરતા કહ્યુ છે કે જ્યા સુધી સંઘની વિચારધારામાં પરિવર્તન નહી આવે ત્યાં સુધી કાર્યક્રમમાં સામેલ થવાન ઉચિત નથી. સંઘ પોતાની છબી બદલવા આવા કાર્યક્રમો કરી રહ્યાનો પણ મુસ્લિમ પર્સનલ બોર્ડના સેક્રેટરી ઝફરયાબ ઝીલાનીએ ગણાવ્યુ હતુ. સંઘના ભવિષ્યના ભારત પરનો આ કાર્યક્રમ ચર્ચાનો વિષય બન્યો છે. આ કાર્યક્રમમાં સંઘ તરફથી દુનિયાભરના ૭૦ દેશોમાં આમંત્રણ મોકલાયા છે.

Previous articleદેશ ચલાવવા નાણાં નથીઃ ઈમરાન ખાન
Next articleકાદવમાં પગ ન પડે માટે ભુટાનના પૂર્વ વડાપ્રધાને પત્નીને પીઠ પર ઉંચકી