બોલીવૂડની મશહૂર ફિલ્મ પાકિઝામાં એક સંવાદ હતો. જેમાં અભિનેતા રાજકુમાર કહે છે કે..આપ કે પાંવ દેખેપ.બહોત હસીન હૈપ.ઈન્હે જમીન પર મત ઉતારીયે..મેલે હો જાએંગેપ.
ભારતના પાડોશી દેશ ભુટાનના પૂર્વ વડાપ્રધાને પાકિઝા જોઈ છે કે નહી તે તો ખબર નથી પણ પાકિઝાનો આ ડાયલોગ તેમણે રીયલ લાઈફમાં સાચો પાડ્યો છે. ભૂટાનના પૂર્વ વડાપ્રધાન શેરિંગ તોબગેની એક તસવીર આજકાલ સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેમાં તેઓ પત્નીને કાદવમાં ચાલવુ ના પડે તે માટે પીઠ પર ઉંચકીને લઈ જઈ રહ્યા છે. તોબગેએ આ તસવીર જાતે શેર કરી હતી.
જેમાં તેમણે બ્રિટનના ક્વીન એલિઝાબેથ અને સર વોલ્ટર રેલીગની સ્ટોરી યાદ કરીને લખ્યુ હતુ કે એક વ્યક્તિ પોતાના પ્રેમના પગ સુરક્ષિત રાખવા માટે ઘણુ બધુ કરી શકે છે. એવુ કહેવાય છે કે સર વોલ્ટર રેલીગે એક વખત એલિઝાબેથના પગ ગંદા ના થાય તે માટે પોતાન કપડા કીચડવાળા રસ્તા પર નાંખી દીધા હતા.