વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્ય પ્રદેશના ઈન્દોર ખાતે વોરા સમાજના એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. જ્યાં તેમને એક બંધ કવરમાં કાગળ આપવામાં આવ્યો હતો. સૌને એ જાણવાની ઈન્તેજારી હતી કે તે ચિઠ્ઠીમાં શું છે?
વડાપ્રધાન મોદી અને મધ્ય પ્રદેશનાં મુખ્ય મંત્રી શિવરાજસિંહ ચૌહાન વોરા સમાજનાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં સૈયદનાં મુકદલ મૌલાએ બન્નેને એક ચેક શાલ, અને પવિત્ર માળા પહેરાવી હતી.
સૌને એ જાણવાની ભારે ઈચ્છા હતી કે તે બંધ કવરમાં શું છે? આખરે તેની જાણકારી સરકારે જ આપી હતી કે તેની અંદર વોરા સમાજે આપેલો ચેક છે. જેમાં વોરા સમાજે પ્રધાન મંત્રીને ૧ કરોડ અને મુખ્યમંત્રીને રાહત કોશમાં ૫૧ લાખ રૂપિયા આપ્યા હતા.
આ કાર્યક્રમમાં હાજરી આપીને ધર્મગુરુ સૈયદ સાહેબે અને વડાપ્રધાન મોદીએ એક બીજાનાં વખાણ કર્યા હતા. સૈયદ સાહેબે વર્તમાન સરકારની વિવિધ નીતિઓ અને યોજનાઓ જેવી કે ડિજિટલ ઈન્ડિયા , મેક ઈન ઈન્ડિયાનાં વખાણ કર્યા હતા. તો નરેન્દ્ર મોદીએ પણ વોરા સમાજે કરેલાં પર્યાવરણ , સ્વાસ્થ્ય અને શિક્ષા ક્ષેત્રે કરેલાં કાર્યની પ્રસંશા કરી હતી.
મોદી અને ચૌહાણનાં આ કાર્યક્રમમાં ભાગ લેવાં પાછળ ઘણા સુચિતાર્થો છે. જેમાં આવતાં વર્ષે મધ્ય પ્રદેશમાં વિધાનસભાની ચુંટણીને ધ્યાનમાં રાખીને મતદારોને રીઝવવાનો પ્રયાસ શરુ કરી દીધો છે.