દેશ ચલાવવા નાણાં નથીઃ ઈમરાન ખાન

882

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને શરમ રાખ્યા વગર એવી જાહેરાત કરી દીધી હતી કે, દેશ ચલાવવા માટે સરકાર પાસે રૂપિયા જ નથી. ઈસ્લામાબાદ ખાતે એક સમારોહને સંબોધતાં ઈમરાન ખાને કહ્યું કે, અધિકારીઓએ નવાબી ખર્ચા બંધ કરવા પડશે.

પાછલી સરકારોએ નકરા ખોટ કરતા પ્રોજેકટ લોન્ચ કરીને મલાઈ ખાધી છે અને કાંઈ વિકાસ થયો નથી. નોકરી કે સમૃધ્ધિ વધે તેવા કોઈ પ્રોજેકટ લોન્ચ કર્યા નથી. ઈમરાને કહ્યું છે કે, પાકિસ્તાનની કુલ વસતીમાં સૌથી વધુ યુવાનો છે અને મોટાભાગના નોકરી-ધંધા માટે ફાંફા મારી રહ્યા છે. સરકારે ખોટ અને કરજના ખાડામાંથી જલ્સી બહાર નીકળવાની જરૂર છે નઅ નોકરીઓ ઉભી કરવાની જરૂર છે.

પાકિસ્તાનને તરત જ બદલી નાખવાની જરૂર છે. પરિવર્તન એક માપિય છે અને એ સિવાય દેશનો વિકાસ થવાનો નથી. સરકારે તો લોકોની સેવા કરવાની જ છે પરંતુ લોકોએ પણ સરકારને સાથ આપવાનો છે અને અત્યારે પાક.નો કસોટીકાળ ચાલી રહ્યો છે.

ઈમરાને કહ્યું કે, પાકિસ્તાનમાં કુદરતે કદાચ એટલા માટે જ આર્થિક તંગી સજર્ર છે કે, આપણે પરિવર્તન કરીએ. અધિકારીઓને તપાસનો છુટ્ટો દોર આપીને ઈમરાને કહ્યું કે, અધિકારીઓ જો દેશ માટે સારું કામ કરતા હોય તો સરકાર એમને સાથ આપવા તૈયાર છે. ઈમરાને એવી ખાતરી પણ આપી છે કે, અધિકારીઓ પર કોઈ જાતના રાજકીય પ્રેશર આવવા દેવાશે નહી.

Previous articleગીરનાર જંગલમાં પણ શરૂ કરાશે સિંહ દર્શન
Next articleકોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને યોજાનારા સંઘના કાર્યક્રમ માટે આમંત્રણ જ નહિ..!!